નવી દિલ્હી: BSNL ના પોર્ટફોલિયોમાં કેટલાક અપોર્ડેબલ પ્લાન્સ સામેલ છે. કંપની કેટલાક એવા પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે, જે ઓછી કિંમત પર વધારે બેનિફિટ્સ સાથે આવે છે. સરકારી ટેલિકોમ કંપની કેટલાક એવા પ્લાન પણ ઓફર કરી રહી છે, જે ઓછા બજેટવાળા યુઝર્સ માટે છે. જો તમે પણ ઓછી કિંમતવાળા પ્રીપેડ પ્લાનની શોધ કરી રહ્યો છો, તો BSNL ના આ રિચાર્જ પ્લાનને ટ્રાય કરી શકો છો. આવો જાણીએ બીએસએનએલના પોર્ટપોલિયોમાં સામેલ અફોર્ડેબલ પ્લાન્સની ખાસ વાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

49 રૂપિયાથી શરૂ થાય છે BSNL Plans
બે એવા પ્લાન્સ છે, જે એકદમ ઓછી કિંમત પર મળે છે. આ પ્લાન્સ તે યુઝર્સ માટે ખાસ છે જે ઓછા ખર્ચામાં વધારે વેલિડિટી ઇચ્છે છે. BSNL ના STV_49 માં યુઝર્સને 24 દિવસની વેલિડિટી મળે છે. 49 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને 100 મિનિટ્સ ફ્રી વોઈસ કોલ માટે મળે છે. સાથે યુઝર્સને કુલ વેલિડિટી માટે 2GB ડેટા મળે છે.


કેટલાક અન્ય સસ્તા પ્લાન્સ પણ મળે છે
આ ઉપરાંત કંપની 99 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. જે માત્ર વોઇસ કોલિંગ માટે છે. આ પ્લાનની વેલિડિટી 22 દિવસની છે. એટલે કે 22 દિવસ સુધી તમે કોઈપણ ટેન્શન વગર ફ્રી કોલિંગ કરી શકો છો. કંપની 135 રૂપિયાનો પણ પ્લાન ઓફર કરે છે. Voice_135 માં યુઝર્સને કુલ 1440 મિનિટ્સ કોલિંગ માટે મળ છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.


ડેટા માટે પણ છે કેટલાક સસ્તા રિચાર્જ પ્લાન
ડેટા ઓફર પ્લાન્સની વાત કરીએ તો કંપની STV_118 માં ડેટા અને કોલિંગ બેનિફિટ્સ બંને ઓફર કરે છે. તેમાં યુઝર્સને 0.5GB ડેટા દરરોજ મળે છે. આ પ્લાનની વેલિડિટી 26 દિવસની છે. એટલે કે, યુઝર્સને કુલ 13GB ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળશે. ત્યારે STV_147 ની વાત કરીએ તો BSNL આ પ્લાનમાં યુઝર્સને કુલ 10 GB ડેટા ઓફર કરે છે. સાથે અનલિમિટેડ કોલ અને BSNL ટ્યુનનું એક્સેસ પણ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 147 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube