84 દિવસ સુધી અનલિમિટેડ ડેટા, કોલિંગ અને SMS નો ફાયદો, આ કંપનીની જોરદાર ઓફર
જો તમારી પાસે BSNL નું સિમ કાર્ડ છે અને તમે 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો તમારા માટે ખાસ ઓફર છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક ભારત સંચાર નિગમ લિમિટેડ તરફથી અનેક પ્રીપેડ પ્લાન્સ ઓફર કરવામાં આવી રહ્યાં છે. જો તમારી પાસે BSNL નું સિમ કાર્ડ છે અને તમે લાંબી વેલિડિટીવાળા પ્લાનથી રિચાર્જ કરાવવા ઈચ્છો છો તો 84 દિવસની વેલિડિટીવાળા પ્લાનની પસંદગી કરી શકો છો. આ પ્લાન્સ અનલિમિટેડ કોલિંગ, ડેલી ડેટા અને ડેલી એસએમએસ બેનિફિટ્સ સાથે આવે છે. પરંતુ કંપનીએ હજુ સુધી 5જી સેવા લોન્ચ કરી નથી.
BSNLનો 599 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન તે યૂઝર્સ માટે ખુબ કામનો છે, જે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. આ પ્લાનમાં અન્ય ફાયદાની સાથે વધુ ડેટા મળે છે. યૂઝર્સને આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા મળે છે. આ સિવાય ગમે તે નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે અને તેમાં દરરોજ 100 SMS મોકલવાનો વિકલ્પ મળે છે.
પ્લાનમાં મળનાર અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેની સાથે Zing, Astrocell અને ગેમિંગ સેવાઓનું એક્સેસ મળે છે. આ સિવાય ફ્રી પર્સનલ રિંગબેક ટોન પણ પ્લાનની સાથે મળી રહી છે. આ પ્લાનની મોટી હાઇલાઇટ છે કે તેમાં 12AM થી 5AM વચ્ચે અનલિમિટેડ ડેટાનો ફાયદો મળે છે.
આ પણ વાંચોઃ Jio ની ભેટઃ 30 દિવસ ફ્રી ચલાવો આ પ્લાન, આખા પરિવારને મળશે ફાયદો
BSNLનો 769 રૂપિયાવાળો પ્લાન
ભારત સંચાર નિગમ લિમિટેડ તરફથી ઓફર કરવામાં આવતા આ પ્લાનમાં દરેક નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે, તેમાં દરરોજ 2જીબી ડેટાનો ફાયદો મળે છે. આ પ્લાનમાં ઓટીટી બેનિફિટ્સ પણ મળે છે.
અન્ય સેવાઓની વાત કરીએ તો BSNL Tunes, Eros Now Entertainment Services, Hardy Mobile Gaming, Lystn Music Services જેવા ફાયદા મળી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube