Republic Day Offer: સૌથી વધારે વેલિડિટીની સાથે BSNLનો વર્ષનો ખાસ પ્લાન, જાણો ડિટેલ
લોન્ગ ટર્મ વેલિડિટીના મામલે એરટેલ (Airtel), જિયો (Jio) અને વોડાફોન આઇડિયા (Vi) તમામને પાછળ છોડી સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના બે લોન્ગ ટર્મ પ્લાન્સની (Long Term Plans) વેલિડિટીને વધારી છે
નવી દિલ્હી: લોન્ગ ટર્મ વેલિડિટીના મામલે એરટેલ (Airtel), જિયો (Jio) અને વોડાફોન આઇડિયા (Vi) તમામને પાછળ છોડી સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના બે લોન્ગ ટર્મ પ્લાન્સની (Long Term Plans) વેલિડિટીને વધારી છે. બીએસએનએલ રિપબ્લિક ડે (Republic Day) પર તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લઈ આવ્યું છે.
એક વર્ષની વેલિડિટીના આ પ્લાન્સની સાથે યૂઝર્સને 72 દિવસ સુધી વધારે વેલિડિટી (BSNL Extra Validity Plan) મળશે. જો કે, બીએસએનએલની (BSNL) આ ઓફર લિમિટેડ પીરિયડ માટે છે અને આ 31 જાન્યુઆરી બાદ એક્સપાયર થઈ જશે.
આ પણ વાંચો:- Viral News: ઓનલાઈન મંગાવ્યું ગાયનું છાણ પણ 'કેક' સમજીને ખાઈ ગયો, રિવ્યું વાંચીને પેટમાં દુખાવો થશે
2399 રૂપિયાનો લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન
BSNL એ તેના 2399 રૂપિયાના લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાનમાં થોડા ફેરફાર કર્યા છે. આ પ્લાનની સાથે હાલ 365 દિવસની વેલિડિટી મળે છે. પંરતુ કંપની 72માં રિપબ્લિક દિવસ પર તેની સાથે એડિશનલ 72 દિવસની વેલિડિટી આપી રહી છે. હવે 2399 રૂપિયાનો પ્લાન ટોટલ 437 દિવસની વેલિડિટી સાથે થશે. 72 દિવસની વેલિડિટી પ્રમોશનલ ઓફર તરીકે આપવામાં આવી રહી છે જે 31 માર્ચ 2021 સુધી વેલિડ રહેશ. આ પ્લાનમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે. એટલે કે રોજ 250 મિનિટની લિમિટ હટાવી દેવામાં આવી છે. આ સાથે જ આ પ્લાનમાં યૂઝર્સને 3 જીબી ઇન્ટરનેટ ડેટા પણ દરરોજ મળશે. આ પ્લાનની સાથે 100 એસએમએસ અને 1 વર્ષ માટે EROS Now નું સબ્સક્રિપ્શન પણ છે.
આ પણ વાંચો:- FAU-G: લોન્ચ થતાં પહેલાં જ હિટ થઇ Game, ફટાફટ જાણો Update
1999 રૂપિયાનો પ્લાન
1999 રૂપિયાના પ્લાનમાં બીએસએનએલે 21 દિવસની વેલિડિટી વધારી છે. તેમાં તમને 386 દિવસની વેલિડિટી મળશે. આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMS મળશે. આ પ્લાનમાં બે મહિના માટે ફોક ટ્યૂન કન્ટેન્ટ અને 365 દિવસ માટે EROS Now નું સબ્સક્રિપ્શન પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube