ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ભારતમાં ગ્રાહકોને એક સારો પ્રીપેઈડ પ્લાન ઓફર કરી રહ્યું છે. હાલમાં જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે ગ્રાહકો માટે મોબાઈલ સિમ આઉટગોઈંગ વેલિડિટીને એક્ટિવ રાખવાનો ખર્ચ વધી ગયો છે. પરંતુ આવા સમયમાં બીએસએનએલ પાસે 107 રૂપિયાનો પ્રીપેઈડ પ્લાન છે. જે ગ્રાહકોને સર્વિસ વેલિડિટી અને ખુબ ફાયદા ઓફર કરે છે. જાણો આ પ્લાન વિશે માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે BSNL નો 107 રૂપિયાવાળો પ્લાન 35 દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકો માટે આ એક સરપ્રાઈઝ પ્લાન છે. કારણ કે અન્ય તમામ ખાનગી દૂરસંચાર ઓપરેટર 30 દિવસથી ઓછાની સર્વિસ વેલિડિટી સાથે પોતાનો બેસ પ્રીપેઈડ પ્લાન ઓફર કરે છે. ત્યારે BSNL આ પ્લાન સાથે ડેટા બેનિફિટ પણ આપે છે. 


સરકારી ટેલિકોમ કંપની આ પ્લાન સાથે 3GB ડેટા અને 200 મિનિટ વોઈસ કોલિંગ આપે છે. જો કે નોંધનીય છે કે BSNL ના  આ પ્લાન સાથે કોઈ SMS બેનિફિટ આપવામાં આવતા નથી. તેમાં 35 દિવસ માટે BSNL ટ્યૂનનું એક્સેસ જરૂર મળશે. આ પ્લાનને ફોન પે કે પછી ગૂગલ પે દ્વારા ગ્રાહકો સરળતાથી ખરીદી શકે છે. 


આમ છતાં જો એક આવો પ્રીપેઈડ પ્લાન હોય તો સારું રહે. તમારી પાસે એક સેકન્ડરી સિમ હોય અને તમે જો એને એક્ટિવ રાખવા માંગતા હોવ તો આ પ્લાનમાં કશું ખોટું નથી. આ સાથે જ એ પણ સમજી લો કે BSNL પાસે 4જી નથી. દેશના અમુક ભાગોમાં 4જી છે પરંતુ તે ખાનગી દૂરસંચાર કંપનીઓ જેટલું મળતું વાઈડ કવરેજ નથી. આથી ભલે કિંમત સસ્તી હોય પરંતુ તમને સર્વિસ ક્વોલિટી કે ઓવરઓલ એક્સપીરિયન્સમાં કદાચ મુશ્કેલી પડી પણ શકે.