`શોખ બડી ચીજ હૈ`: બટાકા વેચનાર વ્યક્તિએ આટલા લાખમાં ખરીદ્યો BSNLનો VIP નંબર, આટલી રકમમાં તો....
વીઆઈપી નંબરના રસિયા ગ્રાહકે કોટા શહેરમાં BSNLનો એક વીઆઈપી નંબર ખરીદયો હતો, જેમાં આખરી 6 ડિજીટમાં સળંગ શૂન્ય આવે છે. હરાજીમાં આ વ્યક્તિએ વીઆઈપી નંબરના 2.4 લાખ રૂપિયા આપીને સૌથી વધુ બોલી બોલી છે.
નવી દિલ્હી: આજના 21મી યુગના જમાનામાં VIP નંબર્સનું ચલણ છે. આજે દરેક લોકો એવું ઈચ્છે છે કે તોમનો મોબાઈલ નંબર યુનિક હોય, સાંભળતા જ વટ પડે, જલ્દી કોઈને યાદ રહી જાય. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને અમુક લોકો જરા હટકે નંબર રાખવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી નાંખે છે. એવામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં વીઆઈપી નંબરના રસિયા ગ્રાહકે કોટા શહેરમાં BSNLનો એક વીઆઈપી નંબર ખરીદયો હતો, જેમાં આખરી 6 ડિજીટમાં સળંગ શૂન્ય આવે છે. હરાજીમાં આ વ્યક્તિએ વીઆઈપી નંબરના 2.4 લાખ રૂપિયા આપીને સૌથી વધુ બોલી બોલી છે.
આટલી કિંમતમાં આવી શકે છે ત્રણ iPhone 13
BSNLની ઓનલાઈન વેબસાઈટ પર વીઆઈપી મોબાઈલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ હતો, જ્યાં લોકો વીઆઈપી નંબરો માટે હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી શકે છે. એવું લાગે છે કે VIP નંબર XXX70000 એ ખરેખર ખરીદદારોમાં તોફાન મચાવી દીધું છે અને રાજસ્થાનના કોટાના એક બટાકાના વેપારીએ રૂ. 2.4 લાખની હરાજી બોલીને બહાર આવ્યા છે. વાસ્તવમાં આટલી કિંમતમાં તો 3 Apple iPhone 13 (ભારતમાં 128GB ની કિંમત રૂ 79,900) ડિવાઈસ ખરીદી શકો છો.
મહાલૂંટ Offer! iPhone 13 પર અત્યાર સુધીનું સૌથી મોટું Discount, જાણો અન્ય પ્રોડર્ક્સ પર છૂટ
બટાકાના વેપારી છે તનુજ દુદેજા
આ નંબર એક અઠવાડિયાથી હરાજી માટે હતો. હરાજી 20,000 રૂપિયાથી શરૂ કરવામાં આવી હતી અને 2 લાખ રૂપિયાથી વધુની થઈ ગઈ હતી. હરાજીના વિજેતા અને બીએસએનએલ મોબાઈલ નંબરના નવા માલિક કોટાના તનુજા દુદેજા છે જે એક બટાકાના વેપારી છે.
બીજી વખત ખરીદયો VIP નંબર
તનુજા દુદેજાએ ફર્રુખાબાદ ખાતેની BSNL ઑફિસમાંથી વિજેતા બિડ પછી મોબાઇલ નંબર કલેક્ટ કર્યો છે. બીએસએનએલના કર્મચારીના જણાવ્યા મુજબ, દુદેજાને વીઆઈપી મોબાઈલ નંબર પસંદ છે. રૂ. 2.4 લાખનો વીઆઇપી નંબર તેની બીજી ખરીદી છે કારણ કે તેણે અગાઉ રૂ. 1 લાખમાં બીજો નંબર પણ ખરીદ્યો હતો.
કઈ કાર ખરીદવી તેને લઈ અવઢવમાં છો: ચિંતા ન કરો! આ છે ભારતમાં સૌથી વધુ વેચાતી ટોપ-5 કાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube