આ સસ્તી કાર વર્ષોથી લોકોના દિલ પર કરે છે રાજ, 24 વર્ષથી ટોપ પર, માઈલેજમાં પણ શાનદાર
લોકોની પહેલી પસંદ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ હોય છે અને પછી માઈલેજ વિશે પણ વિચારે છે. ત્યારે આવામાં મારુતિની ગાડીઓ લોકોને પસંદ પડતી હોય છે. પરંતુ મારુતિની એક ગાડી એવી છે જે વર્ષો જૂની હોવા છતાં આજે પણ એટલો જ દમ ધરાવે છે.
એવી અનેક ગાડીઓ તમને જોવા મળશે જે બજેટ ફ્રેન્ડલી હોવાની સાથે સાથે વર્ષો જૂની હોવા છતાં લોકોના દિલ પર રાજ કરતી હોય છે. વર્ષોથી બજારમાં વેચાતી હોય પરંતુ લોકો હજુ પણ તેને એટલી જ પસંદ કરતા હોય છે. ભારતના કાર બજારોની વાત કરીએ તો લોકોની પહેલી પસંદ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ હોય છે અને પછી માઈલેજ વિશે પણ વિચારે છે. ત્યારે આવામાં મારુતિની ગાડીઓ લોકોને પસંદ પડતી હોય છે. પરંતુ મારુતિની એક ગાડી એવી છે જે વર્ષો જૂની હોવા છતાં આજે પણ એટલો જ દમ ધરાવે છે.
ટોપ સેલિંગ કારોમાં સામેલ
મારુતિ 800 બાદ મારુતિની આ કાર એવી છે કે જે બજારમાં ખુબ વેચાય છે. આ કાર 1999ના વર્ષમાં લોન્ચ થઈ હતી અને આજે પણ લોકોને એટલી જ પસંદ છે. એટલે જ કદાચ ટોપ સેલિંગ કાર્સની યાદીમાં ટોપ પર રહેતી હોય છે. ઓછા બજેટમાં આવતી આ કારની સૌથી મોટી ખાસિયત તેની સારી માઈલેજ અને ઓછું મેન્ટેનન્સ ખર્ચ છે. આ ખુબીઓના કારણે આજે ભારતમાં સામાન્ય માણસોથી લઈને ડોક્ટર કે એન્જિનિયર પણ તેને પસંદ કરે છે. તમને એમ થશે કે આ તે કઈ કાર છે પરંતુ આ છે મારુતિની વેગન આર કાર. બિલકુલ સાચી વાત...આ કાર 1999માં લોન્ચ થઈ હતી. આજે પણ ટોપ સેલિંગમાં સામેલ છે.
બજેટ ફ્રેન્ડલી કાર
મારુતિ વેગન આર 6-8 લાખ રૂપિયાના બજેટમાં આવતી કાર છે. આટલા ઓછા ભાવમાં આવવા છતાં તેમાં 5 લોકો માટે પૂરતી જગ્યા હોય છે. આ કારમાં લેગરૂમ અને હેડરૂમ તો જબરદસ્ત છે જ પરંતુ સાથે સાથે બૂટ સ્પેસ અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ પણ સારું છે. કારની અંદર પેસેન્જર્સ માટે સારું કમ્ફર્ટ મળે છે. ડ્રાઈવરની સીટ પણ એડજસ્ટ થઈ જાય છે જેનાથી લાંબી મુસાફરી દરમિયાન તમને વધુ થાક પણ લાગતો નથી. કંપની દર મહિને સરેરાશ 15000 યુનિટ્સનું વેચાણ કરી રહ્યા છે.
1999માં લોન્ચ થઈ હતી કાર
મારુતિ વેગનઆર અનેક વર્ષોથી ભારતીય બજારોમાં પોતાનો દબદબો જાળવી રાખે છે. આ કારનું મેન્ટેનન્સ ઓછું અને સરળ છે આથી તેને ખરીદનારા વ્યક્તિને મેન્ટેન્સના તોતિંગ ખર્ચાથી રાહત મળે છે. વેગન આર પહેલીવાર 1999માં લોન્ચ કરાઈ હતી. ત્યારથી તે મિડલ ક્લાસની સાથે સાથે અનેક પ્રોફેશનલ લોકોની પણ પસંદ બની ગઈ. આ કારને ડોક્ટર-એન્જિનિયર્સ જેવા પ્રોફેશનલ લોકો પણ ખુબ પસંદ કરે છે. અનેક વર્ષોથી આ ગાડી વેચાઈ રહી છે અને રીસેલ વેલ્યૂ પણ સારી છે. સેકન્ડ હ ેન્ડ કે યૂઝ્ડ કાર માર્કેટમાં પણ વેગન આરને લોકો હાથોહાથ ખરીદી લે છે. અનેક લોકો તો 3-4 વર્ષ ચાલેલી ગાડી માટે પણ વધુ કિંમત આપવા તૈયાર થાય છે.
ફીચર્સ
મારુતિ વેગનઆરમાં 7 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4 સ્પીકર મ્યૂઝીક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ્સ, અને સ્માર્ટફોન નેવિગેશન જેવા ફીચર્સ મળે છે. પેસેન્જર્સની સેફ્ટી માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, ઈબીડી સાથે ઈબીએસ, રિયર પાર્કિંગ સેન્સર અને હિલ હોલ્ડ આસિસ્ટ (ફક્ત એએમટી વેરિએન્ટ પર) જેવા ફીચર્સ અપાયા છે.
કિંમત
મારુતિ વેગનઆર ભારતીય બજારોમાં વેચાતી સૌથી વધુ બજેટ ફ્રેન્ડલી કારોમાંથી એક છે. વેગન આરને ચાર વેરિએન્ટ્સ LXi, VXi, ZXi, અને ZXi+ માં વેચવામાં આવે છે. તેના LXi અને VXi ટ્રિમમાં ફેક્ટરી ફિટેડ સીએનજી કિટનો પણ વિકલ્પ મળે છે. ભારતમાં વેગનઆરની કિંમત 5.54 લાખ રૂપિયાથી 7.42 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) વચ્ચે છે.
દમદાર છે એન્જિન
વેગન આરના બેસ મોડલમાં 1.0 લીટર કે-સીરીઝ એન્જિન આપે છે. જ્યારે ટોપ મોડલને 1.2 લીટર એન્જિન સાથે રજૂ કરાયું છે. આ કાર 1.0 લીટર એન્જિનમાં સીએનજી ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. તેનું 1.2 લીટર પેટ્રોલ એન્જિન 88.5 બીએચપીનો પાવર અને 113 એનએમનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. વેગનઆરની માઈલેજ શાનદાર છે. પેટ્રોલમાં તે 25 કિમી અને સીએનજીમાં 35 કિમી સુધીની માઈલેજ આપી શકે છે. માઈલેજના આંકડા ARAI દ્વારા પ્રમાણિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube