નવી દિલ્હી: દોડધામ વાળા જીવનમાં આપણા બધા માટે સ્માર્ટફોન જરૂરી થઇ ગયો છે. આજકાલ સ્માર્ટફોનમાં એક એકથી ચઢીયાતા ફિચર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જો તમે બજેટમાં સ્માર્ટફોન લેવાનો વિચાર કરી રહ્યા છો. તો તેમાં અમે તમારી મદદ કરી શકીએ એમ છીએ. આજે સ્માર્ટફોનના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બજારમાં 5 હજાર રૂપિયાથી લઇને આશરે એક લાખ રૂપિયા સુધીના સ્માર્ટ ફોન મળી રહ્યા છે. અને આ વચ્ચે તમે પણ લો બજેટ સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા હોવ તો તમારા માટે અમે આ રેન્જનાં ટોપ 5 સ્માર્ટફોન વિશે તમને માહિતી આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme 2
ચાઇનીઝ સ્માર્ટફોન કંપની રિયલ-મીનાં રિયલ-મી 2 સ્માર્ટફોન તમને 8,990 રૂપિયામાં મળી શકે છે. આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમની સાથે 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. આ સિવાય ફોનમાં 13 MP અને 2 MPનો ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનના ફ્રંટમાં પેનલમાં કંપનીને 8 MPના કેમેરો આપવામાં આવ્યો છે. આશરે 9 હજારની રેન્જ વાળા આ ફોનમાં કુલ 3 કેમેરા આપવામાં આવ્યા છે. 


રેડમી 6
તમારુ બજેટ જો 10 હજાર રૂપિયાની અંદર હોય તો તમારા માટે રેડમી 6 પણ એક સારૂ ઓપ્શન હોઇ શકે છે. રેડમી 6 માટે તમારે આશરે 6,499 રૂપિયા ખર્ચ કરવા પડશે. જેમાં તમને 3 જીબી રેમની સાથે 64 જીબી સ્ટોરેજની કેપીસીટી મળે છે. આ સિવાય ફોનમાં 12MP અને 5MPનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફીનાં શોખીન લોકો માટે આ ફોનમાં 5MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે. આ એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. 


Honor 7S
હુવાઇના સબ બ્રાંડ ઓનરે થોડા દિવસ પહેલા ઇન્ડિયન બજારમાં Honor 7Sને લોન્ચ કર્યો છે. આ ફોન એક સારો બજેટ ફોન છે, 6,999 રૂપિયાની કિંમતમાં મળનારો આ ફોનમાં 2 જીબી રેમની સાથે 16 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે. ઓનર 7sમાં 5.45 ઇંચની ટીએફટી ફુલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે, 


શાઓમી રેડમી Y2
શાઓમી રેડમી Y2 (Readmi Y2)માં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળુ વેરિએન્ટ તમને બજારમાં 9,999 રૂપિયામાં મળી રહ્યો છે.  અને જો તમારે 4જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળો ફોન લેવો ગોય તો તેની કિંમત બજારમાં 12,999 રૂપિયા ચૂકવવા પડશે. ફોનની સ્ર્ક્રીનની વાત કરીએ તો આમાં 5.99 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં સ્નૈપ ડ્રેગન 625 પ્રોસેસર અને 3080 mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં રિયલ પેનલમાં 12 MP અને 5 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી શોખીનો માટે 16 MPનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. 


લેનોવો K9
10 હજાર રૂપિયાથી પણ ઓછા બજેટવાળા ફોનમાં લેનેવો કે 9 (Lenovo K9)પણ સારો ઓપ્શન બની શકે છે. આ સ્માર્ટફોની બજાર કિંમત 8,999 રૂપિયા ચાલી રહી છે લેનોવો કે9માં 13 MP અને 5 MPનો ડ્યુઅલર રિયર ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળે છે. તથા ગ્લાસ બોડી સાથે આવવાથી ફોનનો લુક પ્રીમિયમ દેખાઇ રહ્યો છે.