નવી દિલ્હી: જાન્યુઆરી મહિનામાં તમને સસ્તા સ્માર્ટફોન ખરીદવાની તક મળી શકે છે. અમેઝોન અને ફ્લિપકાર્ટને વિશ્વાસ હતો કે ફેસ્ટિવલ સીઝનમાં વધુ વેચાણ થશે, એટલા માટે સ્ટોક વધુ મંગાવી લીધો હતો. પરંતુ આશા મુજબ વેચાણ ન થતાં સ્ટોક પડ્યો રહ્યો છે. બીજી તરફ ઈ-કોમર્સ કંપનીઓને ડર છે કે નવી FDI નીતિ લાગૂ કરી દેવામાં આવશે. એવામાં તેમનો પ્રયત્ન છે કે નવી નીતિ પહેલાં ઓફર આપીને સ્ટોલ ખાલી કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરી મહિનામાં સસ્તા સ્માર્ટફોન વેચવામાં ત્રણ મોટા કારણો છે. પહેલું એ છે કે ઈ-કોમર્સ માટે નવી FDI પોલિસી 1 ફેબ્રુઆરીથી લાગૂ થઇ રહી છે. એટલા માટે કંપનીઓને 31 જાન્યુઆરી સુધી પોતાનો સ્ટોક ખાલી કરવો પડશે. નવી પોલિસી લાગૂ થયા બાસ આસૂસ, લેનોવે, ઓનર જેવા ઓનલાઇન એક્સલૂસિવ હેંડસેડ બ્રાંડ્સને પોતાના સ્માર્ટફોનનો સ્ટોક ખાલી કરવા પડશે. આસુસ, રિયલમી અને લેનેવોની માર્કેટ પર સારી પકડ બની રહી છે, જેના લીધે તેનો સ્ટોક પણ મોટો છે. 

જો તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે


સૂત્રોનું માનીએ તો અમેઝોન અને ફ્લિપકાર્ટ અપસે અત્યાર સુધી દિવાળીનો સ્ટોક પડ્યો છે. ઓનલાઇન એક્સક્યૂસિવ હોવાના લીધે સ્ટોક ધીમે-ધીમે ખાલી થાય છે. એટલા માટે કે રિયલમી અને હુવાવે ઓફલાઇન માર્કેટની તરફ પણ વધી રહી છે. નવા નિયમ મુજબ ઈ-કોમર્સ કંપનીના એક્સક્લૂસિવ ડીલ પર પ્રતિબંધ લગાવવા જઇ રહી છે. 

ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે LNG ટર્મિનલ, 2.5 મિલિયન ટન ઈંધણ થશે તૈયાર


બીજું સૌથી મોટું કારણ છે સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે એક વેંડૅર એક ઈ-કોમર્સ કંપની વધુમાં વધુ 25 ટકા ઇનવેંટરી વેચી શકે છે. આ નિયમનાલીધે બ્રાંડ્સને અલગ-અલગ ઈ-કોમર્સ કંપનીઓ સાથે કરાર કરવો પડશે. સાથે જ ઓફલાઇન રૂટ અપનાવવો પડશે. 


ઓફલાઇન ચેનલનો વિસ્તાર કરવો જરૂરી
માર્કેટ સાથે જોડાયેલા એક્સપર્ટનું માનવું છે કે નવી પોલિસી બાદ આ કંપનીઓની પાસે બે જ ઓપ્શન બચ્યા છે. પહેલું કે ડિસ્કાઉન્ટ ઓફર આપીને સ્ટોક ખાલી કરે અને બીજું ઓફલાઇન ચેનલનો વિસ્તાર કરે. સાથે જ આ બ્રાંડ્સ વધુમાં વધુ ઈ-કોમર્સ કંપનીઓ સાથે કરાર કરી શકે છે. રિયલમી અને ઓનરનું કહેવું છે કે આગામી દિવસોમાં તે ઓફલાઇન ચેનલનો વિસ્તાર તો કરશે જ, સાથે જ ઓનલાઇન હાજરીને પણ મજબૂત બનાવશે.