નવી દિલ્હીઃ 5G iPhone ખરીદવાનો પ્લાન છે તે પણ ઓછી કિંમતમાં, તો તમારૂ આ સપનું સાકાર થઈ શકે છે. ફ્લિપકાર્ટ બેક ટૂ કેમ્પસ ડીલ લઈને આવ્યું છે, જ્યાં  iPhone 12 5જી આ સમયે મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. ફોન પર મળી રહેલી ઓફર્સનો ફાયદો ઉઠાવી તમે 5જી આઈફોન મોડલને 16999 રૂપિયામાં ખરીદી શકો છો. જાણો વિગત......


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોન પર મળી રહી છે શાનદાર ઓફર
ફ્લિપકાર્ટ પર iPhone 12 64જીબી વેરિએન્ટ 59,900 રૂપિયાની એમઆરપી સાથે લિસ્ટેડ છે, પરંતુ ફોન 9 ટકા એટલે કે 5901 રૂપિયાની છૂટની સાથે માત્ર 53999 રૂપિયામાં મળી રહ્યો છે. HDFC બેન્ક કાર્ડથી ખરીદી કરવા પર 2 હજાર રૂપિયાની છૂટ મળી રહી છે. ફોન પર 35000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે, એટલે કે તમારી પાસે એક્સચેન્જ કરાવવા માટે જૂનો ફોન છે તો તમને 35,000 રૂપિયા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઓફર લગભગ દરેક કલર વેરિએન્ટ પર મળી રહી છે. 


માની લો કે તમે બેન્ક અને એક્સચેન્જ ઓફરનો સંપૂર્ણ લાભ લેવામાં સફળ થાવ છો તો ફોનની કિંમત માત્ર 16,999 રૂપિયા (53999-2000-35000) રહી જશે, જે એમઆરપીથી 42901 રૂપિયા ઓછી છે. તમે પણ આ કમાલની ડીલનો ફાયદો ઉઠાવી શકો છો. 


આ પણ વાંચોઃ Tech Tips: ફોટોગ્રાફી માટે ફોન ખરીદો છો ? તો આ 5 ફિચર્સ છે કે નહીં ચેક કરજો


5G સપોર્ટ કરે છે iPhone 12 
iPhone 12 સિરેમિક શીલ્ડની સાથે 6.1 ઇંચ સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લેથી લેસ છે. સ્માર્ટફોનમાં પાછળની તરફ 12 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરો છે અને ફ્રંટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો કેમેરો છે. ફોન એપલની A14 બાયોનિક ચિપસેટથી લેસ છે, જેમાં ન્યૂરલ એન્જિન પ્રોસેસર છે. ફોન 5જીને સપોર્ટ પણ કરે છે. 


કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંતમાં કંપની આઈફોન 15 લોન્ચ કર્યા બાદ આઈફોન 12ને બંધ કરી શકે છે. દર વર્ષે એપલ પોતાના પ્રોડક્શન લાઇન-અપથી કેટલાક આઈફોન હટાવે છે અને જ્યારથી iPhone દરેક ઈ-કોમર્સ વેબસાઇટો પર ઉપલબ્ધ છે કે કેટલાક ડીલરોની પાસે રીફર્બિશ્ડ ફોર્મમાં પણ ઉપલબ્ધ છે. 


આ પણ વાંચોઃ જિયોના આ બે પ્લાન્સમાં મળે છે પૈસા વસૂલ ઓફર, 365 દિવસ સુધી ડેટા અને કોલિંગનો ફાયદો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube