નવી દિલ્હી: ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને કાબૂ કરવા માટે ફરી એકવાર સ્કૂલ-કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. એવામાં તમામ વિદ્યાર્થીઓ ઘરે રહીને ઓનલાઇન (Online Classes) ક્લાસના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. આ દરમિયાન સેમસંગ (Samsung) એ 'બેક ટૂ સ્કૂલ' કેમ્પેનની જાહેરાત કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રોડક્ટ પર મળશે છૂટ
તેના હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પોતાનું સ્કૂલ આઇડી કાર્ડ બતાવીને સસ્તા ભાવમાં સેમસંગના સ્માર્ટફોન અને ટેબલેટ્સ ખરીદી શકશો. કંપનીએ કહ્યું કે તેમના દ્વારા આ ઓફર ગેલેક્સી ટેબ એસ6 લાઇટ (Galaxy Tab S6 Lite), ગેલેક્સી ટેબ એ7 (Galaxy Tab A7), ગેલેક્સી ટેબ એસ7 (Galaxy Tab S7) ગેલેક્સી ટેબ એસ7 પ્લસ (Galaxy Tab S7 Plus) પર ઉપલબ્ધ છે.

કોરોના સામે કવચ પુરૂ પાડે છે આ અમૃતા ઔષધિ, ચરક સંહિતામાં ખૂબ છે જાણીતી


આ પ્રકારે ઓનલાઇન કરી શકો છો ઓર્ડર
સેમસંગ ઇન્ડીયામાં ટેબલેટ્સ બિઝનેસના નિર્દેશક મધુર ચર્તુવેદીએ કહ્યું 'બેક ટૂ સ્કૂલ' કેમ્પેન સાથે અમારો હેતુ વ્યાજબી ઇ-લર્નિંગ ટૂલ્સની ઇચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શિક્ષણમાં યોગદાન આપવાનો છે. જેથી તે સ્માર્ટ લર્નિંગનો ફાયદો ઉઠાવી શકે. આ ઓફરનો લાભ લેવા માટે સૌથી પહેલાં samsung.com પર વિઝિટ કરીને Samsung Student Advantage પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે ડિટેલ્સ ભર્યા બાદ 10% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube