નવી દિલ્હીઃ BYD Atto 3 Price and Range: તીનની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા BYD એ ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક એસયૂવી BYD Atto 3 ને લોન્ચ કરી દીધી છે. આ ઇલેક્ટ્રિક કારની કિંમત 34 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કંપનીને અત્યાર સુધી Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવી માટે આશરે 1500 બુકિંગ મળી ગઈ છે. BYD એ પાછલા મહિનાની શરૂઆતમાં  Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવીને લોન્ચ કરી હતી અને 11 ઓક્ટોબરથી તેનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. ગ્રાહક આ એસયૂવીને 50 હજાર રૂપિયામાં બુક કરી શકે છે. ઇલેક્ટ્રિક એસયૂવીની ડિલીવરી આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ જશે. ભારતમાં તેનો મુકાબલો Hyundai KONA અને MG ZS EV સાથે રહેવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

521KM ની ફુલ ચાર્જ રેન્જ
BYD Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવીમાં તમને ARAI સર્ટિફાઇડ 521 કિમીની રેન્જ મળવાની છે. તેમાં 60.48kwh ની બેટરી પેક કરવામાં આવી છે. તેની મોટર 201bph નો પાવર અને 310Nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે ગાડીમાં બ્લેડ બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આગ લાગવાની સંભાવના ખુબ ઓછી છે. 


આ પણ વાંચોઃ 108MP કેમેરા અને દમદાર બેટરી સાથે લોન્ચ થશે OPPO નો નવો 5g ફોન, જાણો વિગત


તે 0થી 100Kmph ની સ્પીડ માત્ર 7.3 સેકેન્ડમાં હાસિલ કરી શકે છે. તેને ડીસી ફાસ્ટ ચાર્જર દ્વારા 0થી 80 ટકા ચાર્જ 50 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. કારમાં માત્ર 2 ADAS સિસ્ટમ આપવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube