Portable Geyser :ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સવારે અને રાત્રે જબરદસ્ત ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. આવામાં ગરમ પાણીથી ન્હાવાના દિવસો આવી ગયા છે. આવામાં લોકો ગેસ પર પાણી ગરમ કરવા કરતા, સરળતાથી પાણી ગરમ કરતા ગીઝર પર પસંદગી ઉતારે છે. હાલ ગીઝરની કિંમત આસમાન આંબી રહી છે. ઠંડી આવતા જ ગીઝરના ભાવ પણ વધી જાય છે. આવામાં દરેક પરિવાર માટે મોંઘાદાટ ગીઝર વસાવવા સરળ હોતુ નથી. તેથી માર્કેટમાં હવે પોર્ટેબલ વોટર હીટર પણ આવી ગયા છે. જેની કિંમત એટલી ઓછી છે કે તે જાણીને તમે હમણા જ ખરીદવા દોડશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આ પોર્ટેબલ ગીઝર મળી રહ્યું છે. Amazon Great Indian Festival માં પોર્ટેબલ વોટર હીટરની કિંમત બહુ જ ઓછી છે. તો હમણા જ જાણી લો...


આ પણ વાંચો : રક્તરંજિત મંગળવાર : વડોદરા હાઈવે પર બસ-ટ્રેલર અકસ્માતમાં 6 મુસાફરોના મોત


CAPITAL 1L instant portable water heater geyser ની કિંમત આમ તો 2050 રૂપિયા છે. પરંતું એમેઝેનમાં હાલ દિવાળી સેલમાં તે માત્ર 949 રૂપિયામાં મળી રહ્યું છે. સાથે જ તેના પર 31 રૂપિયાની કૂપન પણ મળી રહી છે. જેને એપ્લાય કરીને ગીઝરની કિંમત ઓછી થઈ જશે. આ કિંમત MCB વગરની છે. જો તમે MCB વાળું હીટર ખરીદવા માંગો છો તો તેની કિંમત 1349 મૂકવામાં આવી છે. 


મજબૂત હીટર
આ એક મજબૂત હીટર છે. જેમા કટ ઓફ ફીચર છે. પાણી ગરમ થયા બાદ તે આપોઆપ બંધ થઈ જશે. જે ABS બોડી સાથે આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો તેમાં હાર્ડ પ્લાસિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી સરળતાથી ખરાબ નહિ થાય. વોટર લિકેજની તકલીફ પણ નહિ આવે. તે બહુ જ પોર્ટેબલ, ઈન્સ્ટન્ટ અને કોમ્પેક્ટ છે. વીજળીની વાત કરીએ તો તે 20 ટકા સુધી વીજળીની બચત કરે છે. 


આ પણ વાંચો : બોલિવુડના એક ગીતે આપઘાત કરનાર યુવકનો વિચાર બદલ્યો, જાણો શું આ ગીત પાછળની કહાની


નહિ લાગે કરંટ
મોટાભાગના પોર્ટેબલ વોટર હીટમાં કરંટ લાગવાની સમસ્યા રહે છે. પરંતું આ હીટર કરંટપ્રુફ છે અને હીટર રેઝિઝસ્ટંટ પણ છે. તેમાં ગ્રીન અને રેડ લાઈટ ઈન્ડીકેટર આપવામાં આવ્યા છે. તેમાં પાણી ગરમ થઈ જાય તો લાલ લાઈટ થાય છે. થોડી જ સેકન્ડ્સમાં તે પાણીને ગરમ કરી દેશે.