Upcoming 7 Seater Cars: સામાન્ય રીતે હવે તમામના ઘરે ફોર વ્હીલર કાર જોવા મળે છે. હાલમાં મોટાભાગના ઘરે ફોર વ્હીલર હોય છે.. ત્યારે ભારતીય બજારમાં SUV સિવાય 7 સીટવાળી કારોની પણ ડિમાન્ડ વધી રહી છે... ત્યારે કાર કંપનીઓ પણ હવે 7 સીટર સેગમેન્ટમાં ફોક્સ કરી રહી છે. ભારતીય કાર માર્કેટ હવે 7 સીટવાળી કાર પર ફોક્સ લગાવી રહી છે. જેમાં મારૂતિથી લઈને ટોયોટા અને હ્યુન્ડાઈ ફોકસ વધારી રહી છે. આવનારા સમયમાં ભારતીય માર્કેટમાં ઘણી બધી 7 સીટર કાર આવશે. એક પછી એક અનેક વાહનો લોન્ચ થવા જઈ રહ્યા છે. અમે તમારા માટે આવી જ આવનારી 7 સીટર કારનું લિસ્ટ લાવ્યા છીએ. ત્યારે જોઈએ 7 સીટક કારનું લિસ્ટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- 7- સીટર સિટ્રોન C3 એરક્રોસ-
હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલટોસ સાથે સ્પર્ધા કરવા માટે Citroen India એ નવું પ્લાનિંગ કર્યું છે. કંપની ભારતમાં નવી મિડ સાઈઝ SUV લાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે તે 7 સીટર સાથે ઇલેક્ટ્રિક વર્ઝનમાં પણ ઓફર કરવામાં આવશે.


2- હોન્ડાની 7-સીટર SUV-
હોન્ડા આ તહેવારોની સિઝનમાં ભારતમાં નવી મિડસાઇઝ 5-સીટર SUV લોન્ચ કરશે. તેનું પ્લેટફોર્મ હોન્ડા અમેજનું હશે અને ઘણી સુવિધાઓ હોન્ડા સિટીની હશે. આ ઉપરાંત કંપની 1.5L પેટ્રોલ અને 1.5L મજબૂત હાઇબ્રિડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરીને 7 સીટર વર્ઝન પણ લાવી શકે છે.


3- 7-સીટર મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા-
2025 સુધીમાં મારૂતિ સુઝુકી 7-સીટર ગ્રાન્ડ વિટારાને લોન્ચ કરશે અને વર્તમાન પાંચ-સીટરની સરખામણીમાં તેમાં વિઝ્યુઅલ તફાવત હશે. તે મહિન્દ્રા XUV700 સહિત 7-સીટરો સામે સ્પર્ધા કરશે અને આગમન પર ફ્લેગશિપ SUV તરીકે રેન્જની ટોચ પર બેસશે.


4- 7 સીટર રેનોલ્ટ ડસ્ટર-
રેનોલ્ટ અને નિસાનની ભાગીદારી હેઠળ તેઓ નવા મોડલ લાવવા માટે મોટી રકમનું રોકાણ કરી રહ્યા છે. કંપની ભારતમાં તેની ડસ્ટર એસયુવીને ફરીથી લોન્ચ કરી શકે છે. તે CMF-B આર્કિટેક્ચર પર આધારિત હશે. તેના 7-સીટર વેરિઅન્ટને મહિન્દ્રા XUV700, MG Hector Plus, Tata Safari, Hyundai Alcazar સાથે ટક્કર આપવા માટે પણ લાવવામાં આવશે.


5- હ્યુન્ડાઈ અલ્કાઝાર ફેસલિફ્ટ:
હ્યુન્ડાઈ અલ્કાઝાર આ વર્ષના અંતમાં અથવા 2024ની શરૂઆતમાં નવા અવતારમાં લોન્ચ થઈ શકે છે. નવી ગ્રિલ અને નવા એલોય વ્હીલ્સ જેવા નાના ફેરફારો થશે. ADAS ફીચર્સ ફીચર્સ લિસ્ટમાં ઉમેરી શકાય છે, જે ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકીંગ, લેન કીપ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ ઉમેરશે.


6- ટાટા સફારી ફેસલિફ્ટ-
Alcazarની જેમ Tata Safari પણ નવા અવતારમાં આવી શકે છે. તેની ડિઝાઇન 2023 ઓટો એક્સપોમાં દર્શાવવામાં આવેલી હેરિયર EV જેવી જ હોઈ શકે છે. આમાં નવા એક્સટીરિયરની સાથે ફીચર્સ પણ અપગ્રેડ કરવામાં આવશે.


7- ટોયોટા કોરોલા ક્રોસ-
ટોયોટા તેની અર્બન ક્રુઝર હાઈરાઈડ ઉપર ટોયોટા કોરોલા ક્રોસ લાવી શકે છે. તે 7 સીટર કાર હશે. આમાં 2.0 લિટર પેટ્રોલ અને 2.0 લિટર મજબૂત હાઇબ્રિડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે.