Car Emergency Signals: જો તમે પણ તમારી કારના ડેશબોર્ડમાં લગાવેલી એલઈડી લાઈટોને નજરઅંદાજ કરો છો, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ નહીંતર તમારી કારને ભારે નુકસાન થઈ શકે છે. આજે અમે તમને આ લાઈટો વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ઓયલ પ્રેશર વોર્નિંગ લાઇટ (Oil Pressure Warning Light)
જો આ લાઇટ ચાલુ થાય છે, તો તેનો અર્થ એ છે કે એન્જિનમાં તેલનું દબાણ બરાબર નથી. એન્જિન ઓઈલની અછત એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તરત જ કારને રોકો અને તેની તપાસ કરાવો.


2. એન્જિન ટેમ્પ્રેચર વોર્નિંગ લાઇટ(Engine Temperature Warning Light)
જો આ લાઇટ  ચાલુ થાય , તો તેનો અર્થ એ છે કે એન્જિન વધુ ગરમ થઈ રહ્યું છે. આ કારની કૂલિંગ સિસ્ટમમાં સમસ્યા સૂચવે છે. ઓવરહિટીંગથી એન્જિનને ઘણું નુકસાન થઈ શકે છે, તેથી કારને તાત્કાલિક રોકો અને સર્વિસ સેન્ટર પર જાઓ.


3. બ્રેક સિસ્ટમ વોર્નિંગ લાઇટ (Brake System Warning Light)
આ લાઇટ ચાલુ થવાનો અર્થ છે કે બ્રેક ફ્લૂડ ઓછું છે કે બ્રેક્સમાં કોઈ અન્ય સમસ્યા છે. બ્રેક સિસ્ટમથી જોડાયેલી સમસ્યા પણ ખતરનાક થઈ શકે છે. જેથી કારને સર્વિસ સેન્ટર લઈ જાવ.


4.  બેટરી વોર્નિંગ લાઇટ (Battery Warning Light)
જો બેટરી ચેતવણી લાઇટ ચાલુ થાય તો તેનો અર્થ એ છે કે તમારી બેટરી અથવા ચાર્જિંગ સિસ્ટમમાં સમસ્યા છે. આ તમારી કારને બંધ કરી શકે છે અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમોને અસર કરી શકે છે.


5. ચેક એન્જિન લાઇટ (Check Engine Light)
જો આ લાઇટ ઝબકતી હોય (જો તે નિયમિતપણે ચાલુ હોય તો તે એટલી ગંભીર નથી), તો તેનો અર્થ એ કે એન્જિનમાં ગંભીર સમસ્યા છે. આને અવગણવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે, તેથી તરત જ કાર બંધ કરો અને નિષ્ણાતની સલાહ લો.