નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિ સૌથી સસ્તી નવી કાર ખરીદવા માગે છે તો પણ તેણે ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં, જરૂરી નથી કે વ્યક્તિ પાસે એક સાથે ખર્ચ કરવા માટે એટલા પૈસા હોય. તેથી, મોટી સંખ્યામાં લોકો કાર લોન લે છે અને પછી દર મહિને EMIના રૂપમાં ધીરે ધીરે લોનની ચુકવણી કરે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોનની સંપૂર્ણ ચૂકવણી થાય તે પહેલા જ કાર ચોરાઈ જાય તો? આવી સ્થિતિમાં, શું કાર લેનારાએ EMI ચૂકવવી પડશે કે પછી તે EMIમાંથી છૂટકારો મેળશે? આવો જાણીએ તમામ સવાલોના જવાબ આ અહેવાલમાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા લોકો આ બાબતે મૂંઝવણમાં પડી શકે છે. પરંતુ, જવાબ એ છે કે તમે લીધેલી લોન તમારે ચૂકવવી પડશે. એટલે કે તમારી કાર ચોરાઈ જાય તો પણ લોનની ચુકવણી તો કરવી જ પડશે. જો કે, આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ ક્લેમ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમારી વીમા પૉલિસી ચોરીના દાવાઓને આવરી લે છે, તો તમે વીમા કંપનીમાં કાર ચોરીનો દાવો ફાઈલ કરી શકો છો, જે પછી વીમા કંપની તમારી કારના IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ)ના આધારે પ્રથમ લોન ચૂકવશે અને જો બાકીની લોન દાવાની રકમ ચૂકવ્યા પછી પણ બાકી રહે છે, તો તમને તે મળશે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube