કાર ઈન્શ્યોરન્સમાં નથી કવર થતી આ વસ્તુઓ, જો નુક્સાન થયું તો ખિસ્સામાંથી પૈસા કાઢવા પડશે
Car Insurance: ઘણી વસ્તુઓ કાર વીમા હેઠળ આવરી લેવામાં આવતી નથી, જેના માટે કાર માલિકે પોતે ચૂકવણી કરવી પડી શકે છે. આમાંની કેટલીક મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ છે.
Car Insurance: તમારી પાસે કાર હોય અને તમે વીમો ધરાવતા હો તો તમારે આ ખાસ ચેક કરી લેવાની જરૂર છે. ઘણી વસ્તુઓ કાર વીમા હેઠળ આવરી લેવામાં આવતી નથી, જેના માટે વાહન માલિકે પોતે પૈસા ચૂકવવા પડી શકે છે. આમાંની કેટલીક મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ છે. એટલે તમે પણ ના જાણતા હો તો જરા જાણી લેજો...
નોર્મલ વિયર એન્ડ ટિયર : કારના નિયમિત ઉપયોગને કારણે થતા સામાન્ય ઘસારા જેવા કે ટાયરનું ઘસાઈ જવું કે બ્રેક પેડ ઘસાઈ જતાં આ બાબતો વીમામાં કવર થતી નથી. તમારે ટાયર તમારા ઘરના પૈસા ખર્ચીને બદલાવવા પડે છે. આ જ રીતે બ્રેકના પેડના પણ પૈસા ખિસ્સામાંથી ચૂકવવા પડે છે.
મિકેનિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક ફેલ્યોર : એન્જિન, ટ્રાન્સમિશન અથવા અન્ય યાંત્રિક અથવા ઇલેક્ટ્રિકલ ભાગોની ખરાબી વીમા પૉલિસી દ્વારા આવરી લેવામાં આવતી નથી.
ડ્રાઇવિંગ અંડર ઈન્ફ્લુએન્સ : જો ડ્રાઇવરે દારૂ અથવા ડ્રગ્સનું સેવન કર્યું હોય અને તેના કારણે અકસ્માત થાય છે, તો વીમા કંપની કોઈપણ પ્રકારનો દાવો સ્વીકારતી નથી. આ સ્થિતિમાં તમે કોઈ પણ પ્રકારનું નુક્સાન કરો છો તો તમારે ઘરના પૈસા ખર્ચીને આ દાવો નિપટાવવો પડે છે.
અનઓથોરાઈઝ્ડ ડ્રાઈવરઃ જો કોઈ વ્યક્તિ જેની પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ નથી તે અકસ્માત સમયે વાહન ચલાવે છે, તો વીમા કંપની દાવો ચૂકવતી નથી. એટલે ધ્યાન રાખો કે ગાડી ચલાવનાર પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ હોય.
આ પણ વાંચોઃ Jio Plan: માત્ર 198 રૂપિયામાં અનલિમિટેડ 5G ડેટા, જિયોએ લોન્ચ કર્યો સુપરહિટ પ્લાન
કોનસિક્વેશિયલ ડેમેજ : જો તમારી કારમાં કોઈ ખામીને કારણે નુક્સાન થયું હોય અને તમે રિપેર કરાવવાને બદલે રાહ જુઓ અને કારમાં મોટો નુક્સાન આવે ચો આ કિસ્સામાં વીમા કંપનીઓ પોતાના હાથ અધ્ધર કરી શકે છે. એટલે તમે યાદ રાખજો આ પ્રકારનું નુક્સાન હોય તો વીમા કંપનીઓ તમને પૈસા આપવાને બદલે વાયદાઓ બતાવે રાખે છે.
ન્યૂક્લિયર રિસ્ક અને યુદ્ધ: વીમા પૉલિસી યુદ્ધ, આતંકવાદી હુમલો અથવા પરમાણુ જોખમો જેવી પરિસ્થિતિઓમાં થતા નુકસાનને આવરી લેતી નથી.
વીમા પૉલિસીની શરતોનું ઉલ્લંઘન: જો કાર માલિકે વીમા પૉલિસીની શરતોનું પાલન ન કર્યું હોય, જેમ કે સમયસર પ્રીમિયમ ન ચૂકવે તો વીમા કંપની દાવો નકારી શકે છે. એટલે સમયસર પ્રિમીયમ ભરવુ એ ફરજિયાત છે નહીં તો કંપનીને દાવો નકારવા માટે બહાનું મળી જશે.
ઈંટિરિયર ડેમેજ : જો કારના અંદરના ભાગો (જેમ કે સીટ, ડેશબોર્ડ) ને નુકસાન થયું હોય અને તે બહારના કોઈ અકસ્માતને કારણે ન હોય, આ નુક્સાનને પણ આવરી લેવામાં આવતું નથી.