1 લીટર પાણીમાં 300 KM ચાલશે આ કાર, જલ્દી આવી શકે છે બજારમાં
આ કાર ફુલ ચાર્જ કરવાથી 1000 કીમી સુધી ચાલાવી શકાય છે.
નવી દિલ્હી: શુ તમે એવી કારની કલ્પના પણ કરી છે, કે તે પેટ્રોલ કે ડીઝલ નહિં પણ પાણીથી ચાલી શકતી હોય? નથી કરી તો આઇઆઇટી(IIT)ના વિદ્યાર્થીઓએ આ કલ્પનાને સાચી કરી દીધી છે. તેમણે એવી ઇલેક્ટ્રિક કાર બનાવી છે, જે પેટ્રોલ અથવા વિજળીથી નહિં પણ પાણીથી ચાલી રહી છે. આ કાર જોવામાં તો સમાન્ય કાર જેવી જ છે. પરંતુ કારની દોડવાની તાકાત એલ્યૂમીનિયમ પ્લેટ અને પાણીથી મળે છે.
એક લીટર પાણીમાં 300 કિમી ચાલે છે કાર
એક મીડિયા રિપોર્ટ અનુાસાર આ કાર એક વાર ચાર્જ કર્યા બાદ 1000 KM સુધી ચાલી શકે તેમ છે. માત્ર એક લીટર પાણીમાં આ કાર 300KM સુધી ચાલી શકવામાં સક્ષમ છે. 1000KMની યાત્રા બાદ એલ્યુમીનીયમ પ્લેટને બદલવી પડે છે. જેમાં માત્ર 15 મિનીટનો સમય લાગે છે. અને એક પ્લેટની કિંમત અંદાજે 5000 રૂપિયા છે. જે ભવિષ્યમાં સસ્તી થાય તેવી શક્યાતાઓ છે.
વધુ વાંચો...પ્રથમ ઈલેક્ટ્રિક SUV, ફૂલ ચાર્જ કર્યા બાદ 470 કિમી સુધી દોડશે, આકર્ષક ફીચર્સ તો ખરા જ
છેલ્લા 2 વર્ષોથી ચાલી રહ્યું હતું કાર પર કામ
બિઝનેસ ટૂડેના અહેવાલ અનુસાર કાર પર ચાલી રહેલુ કામ પ્રારંભિક સ્ટેજ પર છે. તેની વ્યવહારિકતાની તપાસ કરવામાં આવી રહી છે. આ કાર પર બે વર્ષ પહેલાથી કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટને લૉગ9 મૈટિરિયલ નામ આપવામાં આવ્યું છે. સંસ્થાપક અક્ષય સિંઘલનું કહેવું છે, કે આ કાર વિશે ઓટોમોબાઇલ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ કારનું પ્રોટોટાઇપ મોડલ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેને આઇઆઇટી રૂડકીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવ્યું છે.