નવી દિલ્હીઃ ભારત સરકારે રસ્તા પર ચાલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેનું પાલન કરવું દરેક માટે જરૂરી છે. જો તમે આ નિયમનું પાલન કરતા નથી તો તમારે દંડ ભરવો પડી શકે છે. તો કાર ચલાવવા સમયે પણ લોકોએ નિયમોનું પાલન કરવું પડે છે. જેનું પાલન ન કરીએ તો મોટું નુકસાન ઉઠાવવું પડે છે. આવો એક નિયમ સીટ બેલ્ટ લગાવવાનો છે. જો તમે કાર ચલાવી રહ્યાં છો તો સુરક્ષા માટે સીટ બેલ્ટ લગાવવો ખુબ જરૂરી છે. સીટ બેલ્ટ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ વાત છે. જેના વિશે ખુબ ઓછા લોકોને જાણકારી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક મોટું રાઝ છે, આમ તો તે કાર ચાલકોની આંખની સામે હોય છે. પરંતુ તેના વિશે ખબર હોતી નથી. કારના સીટ બેલ્ટ પર એક ગુપ્ત બટન હોય છે. તે ખુબ કામનું હોય છે. ખુબ ઓછા લોકો તેના વિશે જાણે છે. 


આ પણ વાંચોઃ સૌથી સસ્તી 5 બાઈક; એક લીટરમાં આપે છે 70 KMથી પણ વધુની માઈલેજ, લિસ્ટ ચેક કરો 


કારની સીટ બેલ્ટ પર લાગેલું હોય છે કાળું બટન
સીટ બેલ્ટ પર એક બકલ લાગેલું હોય છે. જ્યારે સીટ પર બેઠનાર વ્યક્તિ, બાજુમાં લાગેલા સીટ બેલ્ટને પોતાની તરફ ખેંચે છે, તો બકલને સાઇડમાં બનેલ ખાંચાની અંદર નાખી દે છે. જ્યાં તે ફસાય જાય છે. જ્યારે બકલ કાઢવામાં આવે છે તો તે ઢીલું હોય છે અને બેલ્ટ પર ખસતા નીચે તરફ જઈ શકે છે. તેને વારે વારે ઉપર કરવામાં અસુવિધા ન થાય તે માટે સીટ બેલ્ટ પર એક નાનું બટન બનાવી આપવામાં આવે છે. તે દબાતું નથી, પરંતુ તેનાથી બકલને પાછળ જતું રોકી શકાય છે. આગળ તરફ ટકેલું રહે છે. તે પાછળ જતું નથી. જેનાથી સીટ બેલ્ટ બાંધનારને અસુવિધા થતી નથી. 



સીટ બેલ્ટ ન લગાવવા પર ભરવો પડે છે દંડ
તો સીટ બેલ્ટ લગાવી ડ્રાઇવિંગ કરવાથી દરરોજ ઘણા લોકોએ દંડ ભરવો પડે છે. કાર ડ્રાઇવ કરવા સમયે હંમેશા સીટ બેલ્ટ લગાવવો જોઈએ. કારમાં બેસનાર અન્ય વ્યક્તિને પણ સીટ બેલ્ટ લગાવવા માટે જરૂર કહો.