જૂના સ્માર્ટફોનને ફેંકી ન દો, CCTV બનાવો, બસ આ એક એપ કામ કરશે
આજકાલ નાના-મોટા તમામ શહેરો અને ગામડાઓમાં ચોરીના બનાવો વધી ગયા છે. આવી સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં સીસીટીવી લગાવવાનું પસંદ કરે છે. જેથી ઘરની બહાર રહીને ઘર પર નજર રાખી શકાય. પરંતુ, સીસીટીવી લગાવવાનો ખર્ચ રૂ. 5,000 થી રૂ. 20,000 સુધીનો આવે છે.
નવી દિલ્હીઃ દરેક લોકોના ઘરમાં CCTV જોવા મળશે..ચોરીની ઘટનામાં વધારો થતાં લોકો પોતાના ઘરમાં સિક્યુરીટી કેમેરા રાખતા થઈ ગયા છે...એક ઘરમાં ત્રણથી ચાર સીસીટીવી કેમેરા લગાવો તો મોટો ખર્ચ આવે છે...આવી સ્થિતિમાં તમે તમારા જૂના સ્માર્ટફોનનો CCTV તરીકે ઉપયોગ કરી શકો છો...
1) મોટાભાગના લોકો બજારમાં ફોન લોન્ચ થયો કે તરતજ ખરીદી લે છે..અને જૂના સ્માર્ટફોનને ઘણીવાર ઘરના એક ખૂણામાં મૂકી દે છે. પરંતુ, તમને એ જાણીને આનંદ થશે કે આ જૂનો ફોન તમને ઘણી મદદ કરી શકે છે.
2) આજકાલ નાના-મોટા તમામ શહેરો અને ગામડાઓમાં ચોરીના બનાવો વધી ગયા છે. આવી સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં સીસીટીવી લગાવવાનું પસંદ કરે છે. જેથી ઘરની બહાર રહીને ઘર પર નજર રાખી શકાય. પરંતુ, સીસીટીવી લગાવવાનો ખર્ચ રૂ. 5,000 થી રૂ. 20,000 સુધીનો આવે છે.
3) તમે ઘરમાં રાખેલા જૂના ફોનનો જ સીસીટીવી તરીકે ઉપયોગ કરી શકો છો. જૂનો ફોન સીસીટીવી કેવી રીતે બની શકે. તો અમે તમને તેની પદ્ધતિ જણાવીશું.
4) તમારે જૂના ફોન અને તમારા વર્તમાન ફોન બંનેમાં Alfred CCTV કેમેરા એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપનો ઉપયોગ જૂના સ્માર્ટફોનને CCTVમાં કન્વર્ટ કરવા માટે થાય છે.
5) આ એપ ડાઉનલોડ કર્યા પછી તમારે તમારા જૂના સ્માર્ટફોનને સીસીટીવી તરીકે અને હાલના ફોનનો મોનિટર તરીકે ઉપયોગ કરવો પડશે.
6) જૂના ફોનને તે જગ્યાએ ફીટ કરવાનો રહેશે જ્યાં તમે ફોનનો સીસીટીવી તરીકે ઉપયોગ કરવા માંગો છો. આ પછી તમારે આ ફોનને ઈન્ટરનેટથી કનેક્ટ કરવાનો રહેશે.
7) આ જૂના ફોનની બેટરી પૂરી ન થાય તે માટે તમારે તેને પાવર સપ્લાય પણ આપવો પડશે. અથવા તેને પાવર બેંક સાથે કનેક્ટ કરવું પડશે. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કેમેરા પર ધૂળ અને ગંદકી ન જવી જોઈએ..