નવી દિલ્હીઃ WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસીને લઈને બબાલ ચાલી રહી છે. 15 મેથી આ પોલિસી લાગૂ થઈ ચુકી છે. WhatsApp પર તે આરોપ લાગી રહ્યો છે કે તે ભારતીય યૂઝર્સ પાસે બળજબરીથી આ પોલિસી મંજૂર કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે યૂરોપમાં તેની પોલિસી આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp પ્રાઇવેસી પોલિસી પર સરકાર આક્રમક
આ મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, આ વચ્ચે ભારત સરકારે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસીને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે આઈટી મંત્રાલયે WhatsApp ને નોટિસ મોકલીને પોતાની નવી પોલિસી પરત લેવાનું કહ્યું છે. 


WhatsApp ને નોટિસ, 7 દિવસમાં માંગ્યો જવાબ
આઈટી મંત્રાલયે WhatsApp ને સાત દિવસની અંદર નોટિસનો જવાબ આપવાનું કહ્યું છે. બાકી કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આઈટી મંત્રાલયે WhatsApp ને 18 મે, 2021ના તેની નવી પોલિસીને લઈને એક નોટિસ ફટકારી છે. હકીકતમાં યૂરોપમાં અને ભારતમાં WhatsApp યૂઝરો માટે પોલિસી અલગ-અલગ છે. ભારત સરકારે તેને ભારતીય યૂઝર્સ સાથે ભેદભાવ ગણાવ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે WhatsApp ની પોલિસી બેજવાબદાર છે. WhatsApp પોતાની પહોંચનો ફાયદો ઉઠાવી રહ્યું છે અને ભારતીય યૂઝર્સ પર ખોટી શરતો થોપી રહ્યું છે. 


આ પણ વાંચોઃ Facebook પોસ્ટ અને નોટ્સને Google ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર, જાણો આ નવા ફીચર વિશે


દિલ્હી હાઈકોર્ટમાં પણ મામલો
તમને જણાવી દઈએ કે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અનેક અરજી દાખલ છે. આ મામલા પર કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, WhatsApp ની નવી પોલિસી ભારતીય આઈટી કાયદો અને નિયમોનું ઉલ્લંઘન કરે છે. કેન્દ્રની દલીલ છે કે WhatsApp પોતાની નવી પ્રાઇવેસી પોલિસીમાં ભારતીય અને યૂરોપીય યૂઝર્સમાં ભેદભાવ કરી રહ્યું છે. આ મામલા પર આગામી સુનાવણી ત્રણ જૂને થશે. 


WhatsApp એ કરી સ્પષ્ટતા
ભારત સરકારના આરોપો પર WhatsApp એ નારાજગી વ્યક્ત કરતા કોર્ટમાં કહ્યું કે, તેની નવી પ્રાઇવેસી પોલિસી ભારતીય આઈટી કાયદો અને નિયમોનું પાલન કરે છે. સાથે તે પણ કહ્યું કે, તેણે આ પોલિસી 15 મેથી લાગૂ કરી દીધી છે. WhatsApp એ કોર્ટને જણાવ્યું કે, જો યૂઝર તેની નવી પ્રાઇવેસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું એકાઉન્ટ ડિલીટ થશે નહીં. પરંતુ તે એવા યૂઝર્સને પોતાની નવી પોલિસીનો સ્વીકાર કરવા માટે પ્રોત્સાહિત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube