નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ, મોંઘી કારોનું મોંઘુ મેંટેનેંસ અને સતત વધતુ જતું પ્રદૂષણ, આ બધામાંથી છુટકારો મેળવવા માટે કેંદ્વ સરકાર સતત ઇલેક્ટ્રોનિક વાહનોની ભલામણ કરી જોવા મળી રહી છે. હવે સરકારે વધુ એક મોટું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. જોકે કેંદ્વની મોદી સરકાર ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નવા પ્લાનિંગ પર કામ કરી રહી છે. તેમાં ઇલેક્ટ્રોનિક વાહનો માટે ઇંફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવાની તૈયારી થઇ રહી છે. તેના માટે સરકાર હાઇવે પર ચાર્જિંગ સ્ટેશન બનાવવાની તૈયારીમાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા


ક્યાં બનશે ચાર્જિંગ સ્ટેશન
ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત મોટા અને વ્યસ્ત હાઇવેથી થશે. પહેલાં ફેજમાં દિલ્હી-ચંદીગઢ હાઇવે પર 40 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું પ્લાનિંગ છે. આખા હાઇવે પર દરેક 10-20 કિલોમીટરની રેંજમાં ચાર્જિંગ સ્ટેશન ડેવલોપ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી વ્યસ્તમ દિલ્હી-જયપુર અને મુંબઇ-પૂણે હાઇવેની ઓળખ બની ગયો છે અને આગામી દિવસોમાં અને ઘણા હાઇવેની ઓળખ કરવામં આવશે. ખાસ વાત એ હશે કે ચાર્જિંગ પોઈન્ટ ચલાવવા માટે સોલર એનર્જીનો ઉપયોગ થશે. તેના માટે સોલાર પ્લાન્ટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે.

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે 50,000 સુધી સસ્તા, પેટ્રોલ-ડીઝલ કાર્સ ખરીદનારાઓના ખિસ્સા થશે ખાલી 


BHEL અને REIL ભજવશે ભૂમિકા
કેંદ્વ સરકારની આ યોજનામાં સૌથી મોટી ભૂમિકા બે કંપનીઓ ભજવશે. ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જવાબદારી આ બંને સ્ટેશન પર હશે. BHEL અને REIL જ હાઇવે પર ચાર્જિંગ સ્ટેશન લગાવવનું કામ કરશે. ચાર્જિંગ સ્ટેશન માટે ફંડ એફએએમઈ હેઠળ મળશે. સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપનો ઉપયોગ કરવામાં આવશે.

Hyundai ની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, ફૂલ ચાર્જીંગ બાદ દોડશે 300 કિમી


6 શહેરોમાં બનશે ચાર્જિંગ સ્ટેશન
શરૂઆતના ફેજમાં 6 શહેરોમાં પણ ચાર્જિંગ સ્ટેશ માટે ઇંફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે. તેમાં રાંચી, બેંગ્લોર, ગોવા, શિમલા, હૈદ્વાબાદ, કોચ્ચિ સામેલ છે. આ શહેરોમાં REIL 270 ચાર્જિંગ સ્ટેશન લગાવશે. 

ALTO થી પણ વધુ માઇલેજ આપશે Maruti-Toyota ની આ નવી હાઇબ્રિડ કાર, જાણો ક્યારે થશે લોંચ


નાગપુરમાં છે પ્રથમ ચાર્જિંગ સ્ટેશન
મહારાષ્ટ્રના નાગપુરમાં દેશના પહેલાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. શરૂઆતમાં અહીં ચાર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે. દરેક એક સ્ટેશનની ક્ષમતા અલગ-અલગ સાઇઝ અને શેપના 200 વાહનોને ચાર્જ કરવાની છે. આ સ્ટેશન પર ફાસ્ટ ચાર્જિંગ માટે સુપર ચાર્જર અને બેટરી સ્વેપિંગ યૂનિટ પણ લગાવવામાં આવ્યા છે. ચાર્જિંગ માટે રેગ્યુલર ઇલેક્ટ્રિકસિટી ઉપરાંત સોલાર પેનલ પણ લગાવવામાં આવ્યા છે.