અંતરિક્ષમાં અવકાશયાત્રીનું મૃત્યુ થાય તો કઈ રીતે કરાય છે અંતિમ સંસ્કાર? જાણીને ચોંકી જશો
નિષ્ણાતોની માનીએ તો જો ભવિષ્યમાં આપણી સામે આવો કોઈ પ્રશ્ન આવે તો તેનો ઉકેલ ખુબ જટીલ બની જાય છે. કારણકે, અંતરિક્ષમાંથી અહીં પૃથ્વી પર પરત ફરવું એ ખુબ જ મુશ્કેલ છે. જો કોઈ એસ્ટ્રોનોટ સ્પેસ મિશન દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના શરીરને પૃથ્વી પર લાવવામાં મહિનાઓ લાગે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ ભારતે ચંદ્રયાન 3 અંતરિક્ષમાં મોકલીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. હજુ જ્યારે આ યાન ચંદ્રની સપાટીમાં પહોંચશે અને ત્યાં સોફ્ટ લેન્ડિંગ કરશે ત્યારે દુનિયામાં એક નવો વિક્રમ પ્રસ્થાપિત થશે. અત્યાર સુધીમાં આ કામ માત્ર અમેરિકા અને ચાઈના જ કરી શક્યું છે. ભારત પાસે આ વખતે સારી તક છે. રશિયા સૌથી પહેલાં રોબોટિક યાન મોકલી ચુક્યું છે. અંતરિક્ષની વાત આવી છે ત્યારે એક સવાલ એ થાય છેકે, જો કોઈ વ્યક્તિનું અંતરિક્ષમાં મોત થઈ જાય તો તેના અંતિમ સંસ્કાર કઈ રીતે કરવામાં આવે? શું તમે આના વિશે ક્યારેય વિચાર્યું છે? અમે તમને જણાવીશું આ સવાલનો જવાબ...
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ ખુબ ઝડપથી વિધિ પુરી કરીને તેના મૃત્યદેહનો અંતિમ સંસ્કાર કરીને તેને પંચમહાભૂતોમાં વિનિન કરવામાં આવે છે. પણ જો તમે અંતરિક્ષમાં રહેતા હોવ અથવા તો કોઈ અંતરિક્ષ યાત્રાનું મોત થઈ જાય આકાશમાં તો તેનો અંતિમ સંસ્કાર કઈ રીતે કરવામાં આવે... ઘણાં ઓછા લોકોને ખબર હશે કે,
જ્યારે માનવી પ્રથમ વખત અવકાશયાનમાં ચડ્યા ત્યારથી અત્યાર સુધીમાં અવકાશ અકસ્માતમાં કુલ 21 લોકોના મોત થયા છે. તે જ સમયે, હવે વિશ્વભરની અવકાશ એજન્સીઓ મંગળ પર માનવ મોકલવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં, ચર્ચા શરૂ થઈ છે કે અવકાશ યાત્રામાં મૃત્યુનો આંકડો વધી શકે છે.
જો કોઈ અવકાશયાત્રીનું સ્પેસ પ્રવાસ દરમિયાન નિધન થઈ જાય તો શું કરવું? આકાશમાં એ પણ અંતરિક્ષમાં કઈ રીતે કરવામાં આવે છે અંતિમ સંસ્કાર? અંતરિક્ષમાં મૃત શરીરનું શું કરવામાં આવે છે? શું અવકાશ યાત્રીના મૃતદેહને પૃથ્વી પર લાવવામાં આવે છે? શું હોય છે સમગ્ર પ્રક્રિયા? આ સવાલનો જવાબ પણ જાણવા જેવો છે...
નિષ્ણાતોની માનીએ તો જો ભવિષ્યમાં આપણી સામે આવો કોઈ પ્રશ્ન આવે તો તેનો ઉકેલ ખુબ જટીલ બની જાય છે. કારણકે, અંતરિક્ષમાંથી અહીં પૃથ્વી પર પરત ફરવું એ ખુબ જ મુશ્કેલ છે. જો કોઈ એસ્ટ્રોનોટ સ્પેસ મિશન દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના શરીરને પૃથ્વી પર લાવવામાં મહિનાઓ લાગે છે. મૃતદેહને કોઈ પણ સંજોગોમાં પૃથ્વી પર લાવી શકાતું નથી. તેથી મૃતદેહને નાશ કરવા માટે અન્ય પદ્ધતિઓ પર વિચાર કરવામાં આવે છે.
ઉલ્લેનીય છેકે, સ્પેસમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી. એવામાં સ્પેસમાં દરેક વસ્તુ તરતી જ રહે છે. જો કોઈ અવકાશયાત્રી સ્પેસમાં મૃત્યુ પામે છે તો તેણે શરીરને અવકાશમાં છોડ્યા બાદ તેનું મૃત શરીર અવકાશમાં ફરતું રહેશે. જો સ્પેસમાં કોઈ અવકાશયાત્રીનું મોત થાય છે તો તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. અવકાશમાં મૃત શરીરને ફ્રીઝ કરવું વધુ સરળ છે, કારણ કે તેને કેપ્સ્યુલની બહાર સસ્પેન્ડ કરેલા ફ્રીઝરમાં લઈ જઈ શકાય છે. આ દરમિયાન, જગ્યાનું ઠંડું તાપમાન તેને સ્થિર રાખશે. પરંતુ મૃતદેહને ફ્રીઝ કરવો એ એકમાત્ર વિકલ્પ નથી, ક્રૂ મેમ્બર્સ ઈચ્છે તો મૃતકને ખુલ્લી જગ્યામાં સ્પેસમાં છોડી શકે છે.
અંતરિક્ષમાં કઈ રીતે થાય છે અંતિમ સંસ્કાર?
નિષ્ણાંતોએ મૃતદેહના અગ્નિસંસ્કાર માટે અનેક રીતો સૂચવી છે. તેમાં ‘જેટીસન’ પણ સામેલ છે, જેમાં મૃતકને અવકાશના અંધકારમાં છોડવામાં આવે છે. આ સિવાય વ્યક્તિને ભૂમિ પર દફનાવી દો. જો કે નિષ્ણાતો કહે છે કે મૃતદેહને બાળવો જરૂરી છે. પરંતુ સ્પેસમાં આ શક્ય નથી. એવામાં મૃત શરીરને અવકાશના અંધકારમાં છોડી દેવામાં આવે છે.