Cheap Electric Cars: તમે મોટાભાગે લોકોના મોંઢે સાંભળ્યું હશે કે આગામી સમય ઇલેક્ટ્રિક વાહનોનો છે. પરંતુ હાલના સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ-ડીઝલવાળા વાહનોના મુકાબલે ખૂબ વધુ છે, જેના લીધે ઘણીવાર લોકો તેને ખરીદી શકતા નથી. જોકે આ વાતને ધ્યાનમાં રાખતાં પણ જો તમે કોઇ ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ઇચ્છા ધરાવો છો, તો આજે અમે તમને દેશમાં વેચાનાર કેટલાક સસ્તી ઇલેક્ટ્રિક કારની જાણકારી આપીશું. તેમાં તમને કારની કિંમત, બેસિક, સ્પેસિફિકેશન્સ અને રેન્સની જાણકારી આપીશું. આ તમામ કાર સિંગલ ચાર્જમાં લગભગ 300 કિલોમીટર અથવા પછી તેનાથી વધુ રેંજ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા ટિગોર ઇવી
ટાટા ટિગોર ઇવીની કિંમત 12.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 26 kWh ની લિથિયમ-આયન બેટરી પેક મળે છે અને 55 kW (74.7 PS) ની મોટર મળે છે. કાર 5.7 સેકન્ડમાં 0 થી 60 60 Km પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ 306km ની રેંજ આપે છે. 

Tata લાવશે વધુ એક ધાંસૂ સીએનજી કાર, ઓછી કિંમત અને માઇલેજ સૌથી વધુ


ટાટા નેક્સન ઇવી પ્રાઇમ
ટાટા નેક્સન ઇવી પ્રાઇમની કિંમત 14.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારમાં 30.2 kwh ની લિથિયમ આયન બેટરી છે. ફાસ્ટ ચાર્જરથી તેને 1 કલાકમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તેની રેંજને લઇને દાવો કર્યો છે આ 312KM ની રેંજ આપી શકે છે. 


ટાટા નેક્સન ઇવી મેક્સ
આ ટાટ નેક્સન ઇવી પ્રાઇમની મોટી બેટરી પેકવાળું વર્જન છે. તેમાં 40.5 kWh li-ion બેટરી મળે છે. આ કાર 437km ની રેંજ ઓફર કરે છે. તેની કિંમત 18.34 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં નેક્સન ઇવી પ્રાઇમના મુકાબલે ઘણા ફીચર્સ પણ છે. 

5G India: પ્રધાનમંત્રીએ કરી હરખ ઉમટે એવી જાહેરાત, આટલી હશે 5G સ્પીડ, જાણો Launch Date


એમજી જેડએસ ઇવી
એમજી જેડએસ ઇવીમાં 44-kWh નું બેટરી પેક મળે છે. ફાસ્ટ ચાર્જરથી તેને 50 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકો છો. સિંગલ ચાર્જ પર આ 419 કિલોમીટરની રેંજ આપે છે. તેની કિંમત 20.99 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ)થી શરૂ થાય છે. 


હ્યુન્ડાઇ કોના ઇવી
હ્યુન્ડાઇ કોના ઇવી એસયૂવીની કિંમત 23.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 39.2 kWh બેટરી પેક મળે છે, જેથી આ કાર સિંગલ ફૂલ ચાર્જ પર 452 કિલોમીટરની રેંજ ઓફર કરે છે. ફાસ્ટ ચાર્જરથી તેને એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube