આવી ગયો છે 250 રૂ.થી પણ ઓછી કિંમતનો ફોન
માર્કેટમાં ચર્ચા છે આ સસ્તા ફોનની
નવી દિલ્હી : થોડા દિવસ પહેલા દેશના સૌથી સસ્તા ફિચર ફોન Viva V1 (વીવા વી1) વિશે સમાચાર આવ્યા હતા. હવે ભારતીય માર્કેટમાં એનાથી પણ સસ્તો ફોન આી ગયો છે. વીવા વી1 પછી હવે ભારતીય મોબાઇલ યુઝર માટે ઇ કોમર્સ વેબસાઇટ શોપક્લુઝ (www.shopclues.com)એ 240 રૂ.નો iKall K71 ફિચર ફોન લોન્ચ કર્યો છે. જોકે આ હેન્ડસેટની કિંમત મર્યાદિત સમય માટે છે અને તમે પણ એનો લાભ ઉઠાવી શકો છો. આ માટે FLAT66 કુપન કોડનો વપરાશ કરવો પડશે.
4 કલાકનો ટોકટાઇમ
iKall K71ના ફિચરની વાત કરીએ તો એ સિંગલ સીમનો ફોન છે. એમાં 800 mAhની બેટરી દેવામાં આવી છે. ફોનમાં 1.4 ઇંચનો મોનોક્રોમ ડિસ્પ્લે અને એફએમ રેડિયો, ટોર્ચ જેવા ફિચર શામેલ છે. આ તમામ ફિચર ફોનને ખાસ બનાવે છે. કંપનીનો દાવો છે કે ફોન ચાર કલાકનો ટોકટાઇમ આપે છે અને એમાં 24 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ છે.
નાના શહેરના ગ્રાહક માટે
કંપની તરફથી કહેવામાં આ્વ્યું છે કે iKall K71ને દેશના ટિયર 3 અને ટિયર 4 શહેરોના ગ્રાહકો માટે ખાસ બનાવવામાં આવ્યો છે. નોધનીય છે કે થોડા સમય પહેલાં ઇ-કોમર્સ વેબસાઇટ શોપક્લુઝ પર મોબાઇલ સ્ટાર્ટઅપ કંપની વીવા તરફથી સૌથી સસ્તા ફોનનો દાવો કરીને Viva V1 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની કિંમત કંપનીએ 349 રૂ. નક્કી કરી છે. रुपए तय की थी.
ફોનના ફિચર
સિંગલ સીમ અને 2જી નેટવર્ક સપોર્ટ
1 વર્ષની વોરંટી
લાલ, પીળા, બ્લુ અને ડાર્ક બ્લુ રંગમાં ઉપલબ્ધ
આપવો પડશે 99 રૂ.નો શિપિંગ ચાર્જ