Best CNG Car: પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી છેલ્લા કેટલાક સમયમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) વાહનોની ડિમાન્ડ વધતી જોવા મળી છે. સીએનજી કારોનો ફાયદો એ છે કે તેમાં તમને સારી માઈલેજ મળે છે અને સીએનજીના ભાવ પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં ઓછો હોય છે. આ વર્ષ એપ્રિલમાં સરકારે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. હાલ દિલ્હીમાં 73.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ઉપલબ્ધ છે. જ્યારે દિલ્હીમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ ક્રમશ: 89.62 રૂપિયા પ્રતિ લીટર અને 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. જો તમે પણ તમારા માટે એક સીએનજી કારની શોધ કરી રહ્યા છો તો અમે તમારા માટે સૌથી સસ્તી સીએનજી કારોની યાદી લઈને આવ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યાદી એટલા માટે પણ ખાસ છે કારણ કે BS6 ફેઝ 2 નિયમના પગલે દેશમાં અનેક ગાડીઓ બંધ થઈ છે. આથી લિસ્ટમાંથી કેટલાક નામ બહાર થઈ ગયા તો કેટલાક નામ ઉમેરાયા છે. અનેક લોકો એવું માની બેઠા હશે કે Alto દેશની સૌથી સસ્તી સીએનજી કાર હશે પરંતુ એવું નથી. મારુતિ સુઝૂકીએ અલ્ટો 800નું ઉત્પાદન બંધ કરી દીધુ છે. આવામાં Maruti S-Presso હવે દેશની સૌથી સસ્તી સીએનજી કાર બની ગઈ છે. આ રહી સૌથી સસ્તી 5 સીએનજી કારોની યાદી....


1. મારુતિ સુઝૂકી એસ-પ્રેસો સીએનજી
કિંમત- 5.92 લાખ રૂપિયાથી શરૂ, એક્સ શોરૂમ દિલ્હી 
માઈલેજ- 32.73 કિમી/કિગ્રા


2. મારુતિ સુઝૂકી અલ્ટો કે10 સીએનજી
કિંમત 5.96 લાખ રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી
માઈલેજ- 33.85 કિમી/કિગ્રા


3. મારુતિ સુઝૂકી વેગનઆર સીએનજી
કિંમત- 6.45 લાખ રૂપિયાથી શરૂઆત એક્સ શો રૂમ દિલ્હી
માઈલેજ- 34.05 કિમી/કિગ્રા


4. ટાટા ટિયાગો  iCNG
કિંમત- 6.50 લાખ રૂપિયાથી 8.11 લાખ રૂપિયા એક્સ શોરૂમ
માઈલેજ- 26.49  કિમી/કિગ્રા


સવાર સવારમાં આવ્યા મોટા ખુશખબર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ


PM મોદીથી લઈને અંબાણી... બધા જ્યાં ટેકવે છે માથું, જાણો આ મંદિરની રસપ્રદ કહાની


ડુંગળી કાપતી વખતે આંખોમાંથી કેમ આંસુડા સરી પડે છે? ખુબ જ  રસપ્રદ છે કારણ..ખાસ જાણો


5. મારુતિ સુઝૂકી સેલેરિયો સીએનજી
કિંમત- 6.74 લાખ રૂપિયા એક્સ શો રૂમ
માઈલેજ- 35.60 કિમી/કિગ્રા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube