નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય જનતાનું બજેટ બગાડવા લાગ્યા છે અને હવે લોકો જોરદાર માઇલેજવાળા વાહનોમાં રસ દાખવવા લાગ્યા છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહન એવો વિકલ્પ છે જ્યાં આ ઝંઝટમાંથી ગ્રાહકોને હંમેશા માટે મુક્તિ મળી જશે. તો જો તમે પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે એવી EV કાર વિશે બતાવવા જઇ રહ્યા છીએ. જે ના તો ફક્ત તમારા બજેટમાં આવશે, પરંતુ હંમેશા માટે પેટ્રોલ-ડીઝલના ખર્ચમાંથી પણ છુટકારો અપાવશે. આ ઇલેક્ટ્રિક કાર બે લોકોની બેઠક વ્યવસ્થા સાથે આવી છે અને તેમાં બે દરવાજા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંમત ફક્ત 4.5 લાખ રૂપિયા
મુંબઇના એક ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપે દાવો કર્યો છે કે તેમણે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવી છે. સ્ટોર્મ મોટર્સ નામના આ સ્ટાર્ટઅપે સ્ટોર્મ R3 લોન્ચ કરી જેની કિંમત ફક્ત 4.5 લાખ રૂપિયા છે. મુંબઇ આધારિત સ્ટોર્મ મોટર્સે આ સ્ટોર્મ મોટર્સે આ ઇલેક્ટ્રિક કાર માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે અને ગ્રાહક ફક્ત 10,000 રૂપિયાની ટોકન રકમ સાથે સ્ટોર્મ R3 બુક કરી શકો છો. કંપની આ કારને ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવી છે. EV ના મોટી સાઇઝની સનરૂફ પણ આપવામાં આવી છે અને તેને એકવાર ચાર્જ કરતાં 50 કિમી સુધી ચલાવી શકાશે. 


થ્રી-વ્હીલરમાં થતી નથી ગણતરી
પહેલાં પડાવમાં આ ઇલેક્ટ્રિક કાર ફક્ત દિલ્હી-એનસીઆર અને મુંબઇના ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી છે. કંપનીની વેબસાઇટ અનુસાર હાલ મુંબઇ, થાણે, નવી મુંબઇ, નવી દિલ્હી, ગુરૂગ્રામ અને નોઇડાના ગ્રાહક આ EV ને ખરીદી શકે ચે. દેખાવમાં ઇલેક્ટ્રિક કાર ખૂબ અનોખી અને આકર્ષક છે. આ EV ત્રણ પૈડા સાથે આવે છે પરંતુ તેની ગણતરી થ્રી-વ્હીલરમાં થતી નથી કારણ કે ત્રણ પૈડાવાળા વાહનના આગળના ભાગમાં 1 પૈડું હોય છે જ્યારે આ કારણના પાછળના ભાગમાં એક પૈડું આપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube