નવી દિલ્હી: ચીનના ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઆઇઆઇટી)એ ગુરૂવારે બિઝનેસ ઉપયોગ માટે 5G લાઇસન્સને મંજૂરી આપતાં દેશના ટેલિકોમ ઉદ્યોગમાં નવા યુગની શરૂઆત કરી છે. 5G લાઇસન્સ પ્રાપ્ત કરનાર કંપનીઓની પહેલી ખેપમાં ચીન ટેલિકોમ, ચીન મોબાઇલ, ચીન યૂનીકોમ અને ચીન બ્રોડકાસ્ટીંગ નેટવર્ક કંપનીઓ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેઝોન પર એક બ્રાંડ એવી, જેનું નામ છે 'ભેંસની આંખ', જાણો તેના પર શું મળે છે? 


લાઇસેંટ પ્રસ્તુતીકરણ સમારોહમાં એમઆઇઆઇટી મંત્રી મિયાઓ વેઇએ કહ્યું કે 5G ટેક્નોલોજીથી હાઇ-સ્પીડ, મોબાઇલ, સુરક્ષિત અને વ્યાપક નવી પેઢીની ઇન્ફોર્મેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે. મિયાઓએ કહ્યું કે ચીનમાં 5G ટેક્નોલોજી આવવાથી નવી તક આવશે અને ચીનની ડિજિટલ અર્થવ્યવસ્થામાં વધારાની આશા છે. 

જુલાઇમાં લોન્ચ થશે Redmi K20 અને Redmi K20 Pro, જાણો તેના ફીચર્સ


તેમણે કહ્યું કે તેનાથી ઘણા ઉદ્યોગોનું ડિજિટલ રૂપાંતરણ થઇ જશે અને ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ તથા ઇન્ટરનેટ ઓફ વ્હીકલ જેવા ક્ષેત્રોમાં તેનો વધુ વ્યાપક ઉપયોગ થશે. ચીન ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એકેડમીના એક રિપોર્ટ અનુસાર આ ટેક્નોલોજીથી 2020 થી 2025 વચ્ચે 10,600 અરબ યૂઆન (1,000 અરબ ડોલર)ના આર્થિક ઉત્પાદન અને લગભગ 30 લાખ રોજગાર પેદા થવાની આશા છે.