નવી દિલ્હીઃ ભારતમાં બજેટ સ્માર્ટફોન સેગમેમ્ટમાંથી ચીની કંપનીઓને બહાર કરવાના રિપોર્ટ પર ચીને જવાબ આપ્યો છે. ચીની વિદેશ મંત્રાલય પોતાની કંપનીઓની બચાવમાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સરકારની રડાર પર ચીની કંપનીઓ છે. ઓપ્પો, વીવો અને શાઓમી ત્રણેયને ટેક્સ ચોરી અને કસ્ટમ ડ્યૂટી બચાવવાના આરોપમાં નોટિસ મોકલવામાં આવી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સસ્તા ચીની સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવાને લઈને અહેવાલો સામે આવી રહ્યાં છે. હકીકતમાં ભારતીય સ્માર્ટફોન બજારમાં ચીની કંપનીનો દબદબો છે. પાછલા દિવસોમાં બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં સસ્તા ચીની ફોન્સને ભારતીય સ્માર્ટફોન માર્કેટમાંથી બહાર કરવાની વાત કહેવામાં આવી હતી. 


રિપોર્ટ પ્રમણે ભારત સરકાર ચીની કંપનીઓના પ્રભાવને ઓછો કરવા માંગે છે. તે માટે 12 હજારથી ઓછી કિંમતવાળા ફોન્સની કેટેગરીમાં ચીની કંપનીઓ પર પ્રતિબંધ લગાવી શકાય છે. ચીન પોતાની કંપનીઓના બચાવમાં આવી ગયું છે. 


આ પણ વાંચોઃ આવી ગયો 200MP કેમેરાવાળો વિશ્વનો પ્રથમ ફોન, 19 મિનિટમાં ફુલ ચાર્જ થશે, જાણો ખાસિયત  


શું બોલ્યું ચીન?
ચીની વિદેશમંત્રાલયે ભારતને ખુલ્લાપણું અને સહયોગ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને ઈમાનદારીથી પૂરા કરવાનો આગ્રહ કર્યો છે. આ નિવેદન ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બ્લૂમબર્ગના સવાલ પર આપ્યું છે. તેમણે કહ્યું, અમે ભારતીય પક્ષને આગ્રહ કરીએ છીએ કે તે ખુલ્લાપણા અને સહયોગના પોતાના કમિટમેન્ટને પૂરુ કરે. ચીની કંપનીઓના કાયદેસર હિતો અને અધિકારોની રક્ષા કરવામાં ચીન દ્રઢતાથી તેનું સમર્થન કરશે. 


ટેક્સ ચોરીને લઈને રડાર પર છે ચીની કંપનીઓ
ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં દબદબો બનાવી ચુકેલી ચીની કંપનીઓ સરકારની રડાર પર છે. હાલમાં ઓપ્પો, વીવો અને શાઓમીનું નામ ટેક્સ ચોરીમાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિશે રાજ્યસભામાં જાણકારી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube