નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન બ્રાંડ વનપ્લસએ નવા કોનસેપ્ટ ફોન OnePlus 8T લોન્ચ કરી દીધો છે. ચીની કંપનીના નવા કોનસેપ્ટ ફોન ઓલ-ન્યૂ બેક પેનલ સાથે રજૂ કરવામાં આવ્યો છે જેમા6 એક રંગ બદલવાની ફિલ્મનું સ્પેશિયલ ફીચર સામેલ કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે જેમ તમે શ્વાસ ભરો છો એટલી જ વારમાં આ ફોન પોતાની બેકસાઇડનો રંગ બદલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારે રંગ બદલે છે ફોન
વનપ્લસ કંપની અનુસાર OnePlus 8T Concept ફોનમાં ઇલેક્ટ્રોનિક કલર, મેટેરિયલ એન્ડ ફિનિશ (ECMF) જેવી ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીના દ્વારા ફોનમાં કલર ચેજિંગ ઇફેક્ટ છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે ફોનની રિયર પેનલ કાચની જ છે જેમાં મેટલ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં બેક પેનલ મેટ ઓક્સાઇડ એક્ટિવેટ થતાં જ ફિલ્મ ચેજિંગ ઇફેક્ટ શરૂ થઇ જાય છે. કલર ચેજિંગ ફિલ્મમાં ફોનનો ગાઢ વાદળી રંગ, સિલ્વર રંગમાં બદલાઇ શકે છે. રંગ એટલી જલદી બદલાય છે જેટલી જલદી શ્વાસ લો છો.  


ઇશારો કરી શકે છે ફોન કોલનો જવાબ
કોનસેપ્ટ ફોનના ચારેય તાફ વિદ્યુત ચુંબકીય તરંગો (electromagnetic waves) ને બાઉન્સ કરવા માટે મિલીમીટર wave radar નો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી આ ફોન ઓબ્જેક્ટ્સને જોઇ શકો છો, સમજી શકો છો અને લોકેશન ટ્રેક કરી શકો છો. તમને જણાવી દઇએ કે આ ટેક્નોલોજી Google Pixel 4ના રડાર ઇનેબલ મોશન સેન્સ ટેક્નોલોજીની માફક છે. કોન્સેપ્ટ ફોન મોશન ટ્રેકરનો ઉપયોગ કરી ઇશારાથી ફોન કોલને જવાબ આપી શકો છો. ફોન કેમેરા પર હાથ રાખીને વીડિયો કોલ એક્સેષ્ટ અથવા રિજેક્ટ કરી શકાય છે.