CNG Kit Fitting in Car: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે આજકાલ દરેક પોતાની કારને CNGમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે લોકો કોઈપણ પરિચિત મિકેનિક પાસેથી કારમાં સીએનજી કિટ (CNG Kit in Car) લગાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CNG કિટ લગાવવામાં રાખો આ સાવચેતી
લોકોની આ બદલાયેલી માનસિકતાના કારણે તેમને પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવથી રાહત મળી રહી છે. પરંતુ આ આદત ક્યારેક જીવલેણ પણ બની શકે છે. જો તમે પણ તમારી કારમાં CNG કિટ લગાવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. આમ ન કરતાં તમારો જીંદગીભર પસ્તાવાનો વારો આવી શકે છે. સીએનજી કિટ સાથે જોડાયેલી તે કઇ વાતો છે, આજે અમે તેના વિશે જણાવીશું. 


શોરૂમમાંથી કીટ લગાવવી સારી
તમે જ્યાંથી વાહન ખરીદ્યું છે તે શોરૂમમાંથી કારમાં CNG કિટ (CNG Kit in Car) ઇન્સ્ટોલ કરાવો. તેનું કારણ એ છે કે જો તમે શોરૂમની બહારથી CNG કિટ લગાવો છો, તો કંપની તરફથી કારના એન્જિન પર મળનારી વોરંટી સમાપ્ત થઈ જાય છે. જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

આમલેટ બનાવી રહ્યો હતો દુકાનદાર, ત્યારે ઇંડામાંથી બચ્ચું નિકળીને કૂદવા લાગ્યું, આશ્વર્યજનક Video


જૂની કારની ક્ષમતા તપાસો
જો તમારી કાર જૂની છે અને તમે તેમાં CNG કિટ (CNG Kit in Car) લગાવવા માંગો છો, તો પહેલા એ જાણી લો કે તમારું વાહન CNG કિટને સપોર્ટ કરશે કે નહીં. ઘણી વખત જૂની કારમાં સીએનજી કીટ લગાવ્યા બાદ કારમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે.


નકલી કિટ ભૂલથી ન ખરીદો
આજકાલ દરેક વસ્તુની ડુપ્લીકેટ નકલ બજારમાં સરળતાથી મળી રહે છે. તેમાં કાર માટેની CNG કિટ પણ સામેલ છે. આવી કીટ મૂળ કરતાં સસ્તી છે પરંતુ તેની ગુણવત્તા પર વિશ્વાસ કરી શકાતો નથી. આવી ડુપ્લિકેટ કિટના વાયરિંગમાં ઘણી વખત ખામી હોય છે, જેના કારણે વાહનમાં સ્પાર્કિંગ અને આગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી અધિકૃત ડીલર પાસેથી જ CNG કિટ ખરીદો.

Omicron ને લઇને વિદેશી વૈજ્ઞાનિકનો મોટો દાવો, ભારતને લઇને કહી આ વાત


ફક્ત અધિકૃત ડીલર પાસેથી જ કીટ ઇન્સ્ટોલ કરો
CNG કિટ ખરીદ્યા પછી, તેને લોકલ મિકેનિક અથવા ડીલર પાસેથી ઇન્સ્ટોલ કરાવવાની ભૂલ કરશો નહી. આવા મિકેનિક આ પ્રકારની કીટ ઇન્સ્ટોલ કરવા માટે એકપર્ટ હોતા નથી. એવામાં રોડ પર જતી કારમાં ગેસ લીકેજ અને આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. અધિકૃત ડીલર અથવા એજન્સી પાસેથી જ આવી કીટ ઇન્સ્ટોલ કરાવવી વધુ સારું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube