જીયોની ફરિયાદને કારણે બ્લોક થયા એરટેલ-વોડાફાનના પ્લાન
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથિરિટી ઓફ ઈન્ડિયા તરફથી હાલમાં એરટેલ અને વોડાફોન-આઇડિયાના પ્રીમિયમ બ્લાનને બ્લોક કરી દેવામાં આવ્યા છે. હવે સામે આવ્યું છે કે આમ રિલાયન્સ જીયો તરફથી કરવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથિરિટી ઓફ ઈન્ડિયા તરફથી હાલમાં એરટેલ અને વોડાફોન-આઇડિયાના પ્રીમિયમ બ્લાનને બ્લોક કરી દેવામાં આવ્યા છે. હવે સામે આવ્યું છે કે આમ રિલાયન્સ જીયો તરફથી કરવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવ્યું છે. ટ્રાઈએ ભારતીય એરટેલના પ્લેટિનમ પ્લાન અને વોડાફોન-આઇડિયાના RedX પ્લાનને તે કહેતા બ્લોક કરી લીધા છે કે આ પ્લાન ન લેનારા યૂઝરોની સર્વિસ પર નવા પ્લાનની અસર પડી શકે છે.
રિલાયન્સ જીયોએ 8 જુલાઈએ એક લેટર મોકલીને ટ્રાઈના ચેરમેન આરએસ શર્માને એરટેલ અને વોડાફોન-આઇડિયાના પ્લાન ચેક કરવાનું કહ્યું હતું. ટ્રાઈને મોકલવામાં આવેલા લેટરમાં જીયોએ કહ્યું હતું કે, વોડાફોન આઇડિયાનો RedX અને એરટેલનો પ્લેટિનિયમ પ્લાન ચેક કરી માહિતી મેળવી શકાય કે તે ટેરિફ પ્રાન ભારના હાલના રેગ્યુલેટરી ફ્રેમવર્કની સાથે મેળ ખાય છે, અથવા તેને કારણે ગ્રાહકોના હકને નુકસાન પહોંચી રહ્યું છે.
જીયોએ લેટરમાં પૂછ્યો અભિપ્રાય
નવા પ્લાન વિશે જીયોએ રેગ્યુલેટરનો અભિપ્રાય પણ જાણવા ઈચ્છો કે શું RedX અને પ્લેટિનિયમ પ્લાન માત્ર ખોટા દાવા કરી રહ્યાં છે, કારણ કે આ પ્લાનમાં યૂઝરને મળનાર બેનિફિટ માત્ર સારા માર્કેટિંગ માટે કરવામાં આવી રહ્યાં છે. જીયોએ લેટરમાં શર્માને કહ્યુ હતુ, આવો કોઈપણ પ્લાન માર્કેટમાં લાવતા પહેલા અમે જાણવા ઈચ્છીશું કે શું વોડાફોન આઇડિયા અને એરટેલ આવી ટેરિફ ઓફરિંગ હાલના રેગ્યુલેટરી ફ્રેમવર્કની સાથે કામ કરી રહી છે અને યોગ્ય છે.
Redmi 9 સિરીઝના ત્રણ ફોન લોન્ચ, કિંમત 8500થી શરૂ
વોડાફોન ટ્રાઈથી નારાજ
ટ્રાઈએ વોડાફોન આઇડિયા અને એરટેલના બંન્ને પ્રીમિયમ પ્લાનને રિવ્યૂ કર્યા બાદ 11 જુલાઈએ તેને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. વોડાફોન ટ્રાઈના આ નિર્ણયથી નારાજ છે અને ટેલિકોમ ડિસ્પ્યૂટ સેટલમેન્ટ એ અપીલેટ ટ્રિબ્યૂનલ (TDSAT) માં અપીલ કરી રહ્યું છે, પરંતુ એરટેલે સંપૂર્ણ તપાસ થયા સુધી ટ્રાઈના નિર્ણય પર અમલ કરવાની વાત કહી છે. તેવામાં જીયોની ફરિયાદે બંન્ને કંપનીઓ માટે મુશ્કેલી ઉભી કરવાનું કામ કર્યું છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube