નવી દિલ્હી: ચીનથી ફેલાયેલી મહામારી કોરોના વાયરસ (Coronavirus)એ દુનિયાભરને પોતાની ગિરફ્તમાં લઇ લીધી છે. વાયરસના વધતા જતા કહેરે લોકોના જીવનને પુરી રીતે પ્રભાવિત કરી દીધું છે. ચીનથી શરૂ થયેલી આ બિમારીની ખતમ કરવાનો હલ ચીન પાસેથી નિકળી રહ્યો છે. ચીન રોજ કોઇને કોઇ ટેક્નોલોજીનો સહારો લઇ રહ્યું છે, જેથી આ વાયરસ ખતમ કરઈ શકાય છે. તેને સફળતા પણ મળી છે. ચીને 5G ટેક્નોલોજીથી કોરોના વાયરસને ખતમ કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની એક સ્ટડી અનુસાર 5G થર્મલ ઇમેજિંગ છૂતની બિમારી (Contagious)ની મોનિટરિંગ કરી શકે છે. તેની મદદથી કોઇપણ ચાલનાર વસ્તુનું તાપમાન માપી શકાય છે. આ ટેક્નોલોજી દ્વારા વસ્તુને અડ્યા વિના જ તાપમાન માપી શકયા છે. રિપોર્ટ અનુસાર ચીની કંપની Huawei અને Deloitteની જોઇન્ટ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસે પબ્લિક હેલ્થકેર સિસ્ટમ  (PHS) પર ખૂબ વધુ દબાણ છે. કોઇપણ પ્રકારની મહામારીને લઇને થનાર રિસ્પોન્સ સિસ્ટમ પર પણ આ બિમારીની ભારે અસર જોવા મળી રહે છે.  


ચીન દુનિયાનો સૌથી મોટી જનસંખ્યાવાળો દેશ છે, જ્યાં મોબાઇલ પોપ્યુલર, રિસોર્સેઝ માટે તેમની માંગ અને ડેટા એક્સચેંજ ઇન્ફેક્ટેડ લોકોની સ્ક્રીનિંગમાં એક મોટો રોલ પ્લે કરે છે. આ સ્થિતિમાં આ ટેક્નોલોજીએ ફ્રન્ટ ટેક્નોલોજી ફ્રન્ટ લાઇન સ્ટોકને સપોર્ટ કરવામાં મદદ કરી શકશે. 


ચીનમાં કોરોના વાયરસની ટ્રીટમેન્ટ કરી રહેલી હોસ્પિટલમાં ટેલીકોમ ઓપરેટર્સે Huawei સાથે મળીને 5G નેટવર્કનું સેટઅપ લગાવ્યું છે. તેની મદદથી સ્પીડ વધારવા પર હેલ્થકેર સિસ્ટમને ફાયદો મળ્યો છે. દર્દીઓની મોનિટરિંગ, ડેટા કલેક્શન જેવા કામ કરવામાં ખૂબ મોટી રાહત મળી છે. કંપનીના અનુસાર આ પ્રકારની બિમારીનો સામનો કરવા માટે 5G ટેક્નોલોજી ખૂબ સરળ સાબિત થઇ છે. સ્ટડી અનુસાર 5G ટેક્નોલોજીનું સફળ થવું પબ્લિક હેલ્થ સેક્ટરમાં એક નવા બિઝનેસને પ્રોત્સાહન આપી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube