આજકાલ કારનું માર્કેટ બાઈક કરતા પણ જાણે વધી રહ્યું હોય તેવું જણાય છે. પહેલા લક્ઝરી વસ્તુઓની કેટેગરીમાં આવતી કાર હવે જાણે જરૂરિયાત બની ગઈ છે. આપણે જ્યારે પણ કારની ખરીદી કરવી હોય તો પહેલા તો મનમાં એ જ વિચાર આવે કે કાર ઓછા બજેટમાં સારા ફીચર્સવાળી હોય અને સારી માઈલેજ તથા ઓછું મેન્ટેનન્સ ધરાવતી હોય. ભારતીય બજારોમાં માઈલેજવાળી કાર હંમેશાથી લોકપ્રિય રહી છે. માર્કેટમાં આમ તો અનેક કાર જોવા મળે છે પરંતુ ઓછા બજેટમાં જ્યારે સારી માઈલેજવાળી કારની વાત કરીએ તો મનમાં એક જ કાર આવે છે. ભારતમાં ખાસ કરીને મિડલ ક્લાસવાળા માટે તો આ કાર મનગમતી કહી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારુતિની કારો આમ તો પોતાની માઈલેજ માટે લોકપ્રિય રહી છે. જો કે સેફ્ટીના વાત આવે તો ત્યાં ઊણી પડતી હોય છે. આવામાં સારી માઈલેજવાળી કારોએ પણ અનેક વાર પોતાના ખરાબ સેફ્ટીના કારણે લોકોની નારાજગી ઝેલવી પડતી હોય છે. અમે તમને અહીં જે કાર વિશે જણાવીશું તેણે પોતાની માઈલેજના દમ પર લોકોને પોતાની પાછળ પાગલ કરી નાખ્યા છે. 


આધારકાર્ડ સ્કેમથી બચાવશે આ 5 ટિપ્સ, દરેક આધાર યૂઝરને ખબર હોવી જોઈએ આ માહિતી


માઈલેજની ચેમ્પિયન કાર
મારુતિની આ કારને માઈલેજની ચેમ્પિયન કાર કહેવામાં આવે છે. નવા અવતારમાં આવેલી આ સસ્તી કાર માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે છે મારુતિ સુઝૂકીની અલ્ટો કે10 (Maruti Suzuki Alto K10) જેનું ફેસલિફ્ટ મોડલ લોકોને ખુબ ગમી રહ્યું છે. આ કાર પહેલા કરતા વધુ સારી ડિઝાઈન અન ફીચર્સ સાથે આવી છે. 


વેગનઆર, અલ્ટો, છોડો! આ છે બેસ્ટ મિડલ ક્લાસ ફેમિલી કાર, કિંમત 6 લાખથી કમ, માઈલેજ મસ્ત


એન્જિન અને સ્પેસિફિકેશન
અલ્ટોના કે10 મોડલમાં કંપની 1 લીટર કે સિરીઝ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરે છે. જે 67 બીએચપીનો મહત્તમ પાવર અને 89 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ સાથે 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પણ વિકલ્પ મળે છે. સીએનજી વેરિએન્ટમાં આઈડિયલ સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નિક પણ મળે છે. તેમાં 214 લીટરનો બૂટ સ્પેસ પણ મળે છે. 


માઈલેજ પણ શાનદાર


પેટ્રોલ મેન્યુઅલ- 24.39 kmpl ની માઈલેજ


પેટ્રોલ ઓટોમેટિક-  24.90 kmpl ની માઈલેજ


LXi સીએનજી- 33.40 km/kg ની માઈલેજ


VXi સીએનજી: 33.85 km/kg ની માઈલેજ


કિંમત પણ જાણી લો
મારુતિ અલ્ટો કે10ના ચાર વેરિએન્ટ્સ છે જેમાં Std (O), LXi, VXi અને VXi+ સામેલ છે. જેમની કિંમત 4 લાખ રૂપિયાથી શરૂ થઈને 5.96 લાખ રૂપિયા સુધી પહોંચે છે. તમને તેમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમન્ટ સિસ્ટમ, એપ્પલ કારપ્લે, એન્ડ્રોઈડ ઓટો, ચાવી વગરની એન્ટ્રી, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, મેન્યુઅલ રીતે એડજસ્ટેબલ ઓઆરવીએમ તથા જરૂરિયાતના કેટલાક સાધારણ ફીચર્સ મળી રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube