નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે એમેઝોન ઇન્ડિયાએ એમેઝોન પ્રાઇમ ડે સેલમાં (Amazon Prime Day) પ્રતિબંધ મૂક્યો છે. Amazon Prime Day સેલ જુલાઇમાં વાર્ષિક ધોરણે યોજાય છે. આ સેલમાં ફક્ત પ્રાઇમ મેમ્બરને જ ખરીદી કરવાની છૂટ છે અને તેમને ઘણી ઓફર મળે છે. એમેઝોન પ્રાઇમ ડે સેલમાં ગ્રાહકોને ફાસ્ટ શિપિંગ ઉપરાંત ઘણી શાનદાર ઓફર મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. દેશમાં સંક્રમણના રેકોર્ડ સંખ્યાબંધ નવા કેસો આવી રહ્યા છે અને આ બીમારીને કારણે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. Amazon, Google અને ઘણી ભારતીય કંપનીઓ સરકારને મદદ કરવા આગળ આવી છે. દેશમાં આઇસીયુ બેડ, ઓક્સિજન અને દવા માટે ઘણા દેશો આગળ આવ્યા છે.


આ પણ વાંચો:- ચેટિંગ કરતા પણ Online દેખાશો નહીં, આ છે કમાલની Whatsapp Trick


Amazon પ્રાઇમ ડે સેલ પરના પ્રતિબંધ વિશે સૌથી પહેલા CNBC એ જાણકારી આપી છે અને તે પછી એમેઝોન દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કોરોના દર્દીઓને (Corona Patients) હોસ્પિટલમાં દાખલ થવા માટે બનાવેલા નિયમોમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ફેરફાર કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, COVID દર્દીઓ માટે કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા માટે COVID-19 Postive Test Report ની જરૂર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube