નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ કોઈથી છુપાયેલું નથી. જ્યાં વિશ્વની મોટી-મોટી કંપનીઓ મદદ માટે આગળ આવી રહી છે. તો ઈ-કોમર્સ કંપની સ્નેપડીલ (Snapdeal) એ કોવિડ-19 દર્દીઓ માટે એક મોટી પહેલ કરી છે. સ્નેપડીલે સંજીવની (Sanjeevani) પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા જેને પ્લાઝમાની જરૂર છે, તેનો કોઈ ડોનર સાથે સંપર્ક કરાવવામાં આવે છે. સ્નેપડીલ નાના નગરો અને શહેરો પર પોતાની પહોંચનો ઉપયોગ કરશે અને પ્લાઝમા ડોનરની શોધ કરશે. સંજીવનીને મોબાઇલ એપ કે વેબસાઇટ દ્વારા એક્સેસ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કરે છે કામ
કોરોના સંક્રમિત અને ડોનર્સે આ સંજીવની પર ખુદના મોબાઇલ નંબર અને ઈમેલ દ્વારા રજીસ્ટર કરવું પડશે. આ સિવાય કેટલીક જરૂરી જાણકારી જેમ કે બ્લડ ગ્રુપ, ઉંમર, લોકેશન જેવી માહિતી આપવાની હોય છે. રજીસ્ટ્રેશન પૂરુ થયા બાદ સ્નેપડીલ એક અલ્ગોરિધમ દ્વારા ડોનર્સ અને દર્દી વચ્ચે મેચિંગ કરાવશે. આ લોકેશન પર મેચ થયા બાદ ડોનર અને દર્દીએ નજીકની પ્લાઝમા બેન્ક જઈને પ્લાઝમા ડોનેટ/રિસીવ કરવું પડશે. 


આ પણ વાંચોઃ Jio કરતા પણ સસ્તો છે આ કંપનીનો પ્લાન, 300 રૂપિયાનો ફાયદો અને 84GB વધુ ડેટાની ઓફર


Sanjeevani પ્લેટફોર્મ પર આ રીતે કરો રજીસ્ટર
- સંજીવની પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન માટે કોરોના દર્દીઓ અને સાજા થયેલા કોરોના સંક્રમિતોએ ઓફિશિયલ વેબસાઇટ https://m.snapdeal.com/donate/covidhelp પર મુલાકાત લેવાની રહેશે.
- વેબપેજ પર જરૂરી જાણકારીઓ જેમ કે બ્લડ ગ્રુપ, પેશન્ટની રિકવરી ડેટ, લોકેશન, ઉંમર, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ભરવું પડશે. 
- બ્લડ ગ્રુપ અને લોકેશનના આધાર પર સ્નેપડીલનું અલ્ગોરિઝમ ડોનર્સ અને પેશન્ટ વચ્ચે મેચિંગ કરાવશે.
- ડોનર્સ અને પેશન્ચ વચ્ચે મેચિંગ થવા પર ડોનર પાસે તેની મંજૂરી લેવામાં આવશે અને પછી તેની વિગત દર્દીના પરિવારજનોને આપવામાં આવશે.
- અહીં તે ધ્યાન રાખવું જરૂરી છે કે ડોનર્સ અને પ્લાઝમા હાસિલ કરનારે નજીકની પ્લાઝમા બેન્કની જાણકારી રાખવી જરૂરી છે, જ્યાં પ્લાઝમા ડોનેટ અને હાસિલ કરી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube