આ કાર ખરીદી તો સમજી લો મોટું જોખમ! મળ્યા છે ઝીરો સેફ્ટી રેટિંગ
જો કે ભારત-સ્પેક C3 પોતાના આ બ્રાઝીલિયન મોડલથી અલગ છે પરંતુ બંને મોડલ સમાન પ્લેટફોર્મ પર બેસ્ડ છે. ભારત-સ્પેક C3 પણ ઓછામાં સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ સાથે આવે છે. ભારતમાં Citroen C3 ડ્યુલ એરબેગ અને EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર, રિયર ડોર ચાઈલ્ડ લોક, એન્જિન ઈમ્મોબિલાઈઝર અને હાઈસ્પીડ એલર્ટ સાથે આવે છે.
Citroen C3 Safety Rating: સિટ્રોઈન સી3નો હાલમાં જ લેટિન NCAP એ ક્રેશ ટેસ્ટ કર્યો છે. જેમાં આ કારનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું. તેને ઝીરો સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યા છે. જો કે લેટિન NCAP માં ટેસ્ટ કરાયેલા સી3 મોડલ, બ્રાઝીલ નિર્મિત હતા અને આથી તેને ભારતમાં નિર્મિત કાર મોડલ સાથે જોડીને જોવું એ કદાચ બહુ યોગ્ય ન પણ હોય પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે બંને (ભારત નિર્મિત અને બ્રાઝીલ નિર્મિત સી3) CMP પ્લેટફોર્મ પર જ તૈયાર થઈ છે. ગત વર્ષ જુલાઈમાં Citroen એ સી3 લોન્ચ કરીને જ ભારતમાં પોતાની શરૂઆત કરી હતી. જો કે તેનું વેચાણ ખુબ ઓછું થાય છે.
લેટિન NCAP દ્વારા ટેસ્ટ કરાયેલા પ્રોટોટાઈપ (બ્રાઝીલ નિર્મિત સી3) 2 એરબેગ અને ઈલેસ્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઈએસસી) સાથે સેલ હતું. તેને એડલ્ટ્સ પેસેન્જર સેફ્ટીવાળા લોકોની સેફ્ટી માટે 23.88 અંક મળ્યા છે. આ સ્કોર ક્રમશ: કુલ અંકોનું 30.52%, 12.10% અને 49.74% છે. લેટિન એનસીએપીએ તારણ કાઢ્યું કે અસ્થિર સ્ટ્રક્ચર, ફ્રન્ટલ ઈમ્પેક્ટમાં નબળું પ્રોટેક્શન, સાઈડ હેડ પ્રોટેક્શનની કમી અને સીટ બેલ્ટ રિમાઈન્ડરની કમીના પરિણામ સ્વરૂપે સિટ્રોએન સી3ને સેફ્ટી રેટિંગમાં ઝીરો સ્ટાર મળ્યા છે.
જો કે ભારત-સ્પેક C3 પોતાના આ બ્રાઝીલિયન મોડલથી અલગ છે પરંતુ બંને મોડલ સમાન પ્લેટફોર્મ પર બેસ્ડ છે. ભારત-સ્પેક C3 પણ ઓછામાં સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ સાથે આવે છે. ભારતમાં Citroen C3 ડ્યુલ એરબેગ અને EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર, રિયર ડોર ચાઈલ્ડ લોક, એન્જિન ઈમ્મોબિલાઈઝર અને હાઈસ્પીડ એલર્ટ સાથે આવે છે.
ChatGPTને પૂછ્યું- વજન ઓછું કરવા માટે શું કરું? જે જવાબ મળ્યો...11 કિલો વજન ઘટી ગયું
Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 155 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો ફાયદો
Google Pay એપ પર લાઇવ થયું ધાંસૂ ફીચર, પીન વિના કરી શકશો ટ્રાંજેક્શન
જ્યાં સુધી પાવર ટ્રેનનો સવાલ છે તો ભારત-સ્પેક Citroen C3 માં 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. તેની કિંમત 6.16 લાખ (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube