1 કરોડ લોકો ખરીદી ચૂક્યા છે કે આ વ્યાજબી બાઇક, 5,999 રૂપિયા આપીને લાવો ઘરે
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયાના વેચાણમાં જોરદાર વધારો કરનાર બાઇક હોન્ડા શાઇન છે જેને અત્યાર સુધી 1 કરોડથી વધુ ગ્રાહક ખરીદી ચૂક્યા છે.
નવી દિલ્હી: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયાના વેચાણમાં જોરદાર વધારો કરનાર બાઇક હોન્ડા શાઇન છે જેને અત્યાર સુધી 1 કરોડથી વધુ ગ્રાહક ખરીદી ચૂક્યા છે. હોન્ડા ટૂ વ્હીલર્સ આ બાઇકના વેચાણમાં વધારો કરવા માટે સરળતાથી ફાઇનાન્સ પર બાઇલ ઉપલબ્ધ કરાવી રહી છે અને ફક્ત 5,999 રૂપિયા ડાઉન પેમેન્ટની સાથે નવી હોન્ડા શાઇન ઘરે લાવી શકે છે. આ બાઇકની ઓનરોડ કિંમત 90,000 રૂપિયા છે અને સરળ હપ્તે તમે આ બાઇકને ખરીદી શકો છો. હોન્ડા શાઇન માટે ગ્રાહકોને 3 વર્ષ સુધી દર મહિને 2,700 રૂપિયાના સરળ હપ્તા ચૂકવવા પડશે.
પરફોન્સમાં ગણવામાં આવે છે બેસ્ટ
કંપનીના અનુઆર 125CC સેગમેન્ટમાં આ પહેલી એવી બાઇક છે, જેને 1 કરોડ ગ્રાહકોએ ખરીદી છે. આ હોન્ડાની 125 સીસી સેગમેંટમાં બેસ્ટ સોલિંગ બાઇક છે. આ બાઇકને પરર્ફોમન્સના મામલે એકદમ સારી ગણવામાં આવે છે. જોકે આ બાઇકમાં પાવર માટે 123.94 CC નું સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રોક, SI એન્જીન આપવામાં આવ્યું છે, 7500 RPM પર 7.9 kW પર 11 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. તેની એન્જીન 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.
હલકી અને વ્યાજબી બાઇક
ભારતીય બજારમાં હોન્ડ શાઇન 5 કલર ઓપ્શનમાં આવે છે. તેમાં ડીસેન્ટ બ્લૂ મેટેનિક, મેટ એક્સિસ ગ્રે, જેની ગ્રે મેટેલિક અને રેબલ રેડ મેટેલિક સામેલ છે. સાથે જ તમને જણાવી દઇએ કે હોન્ડા શાઇનની લંબાઇ 2046 મીલીટર, પહોળાઇ 737 મીલીમીટર અને ઉંચાઇ 1116 મીલીમીટર છે. તેનું વ્હીલબેસ 1285 મિલીમીટર અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ 162 મીલીમીટર છે. તેના ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેક બંને જ વેરિએન્ટનું કર્બ વજન 114 કિલોગ્રામ છે. તેમાં 10.5 લીટરની ક્ષમતાવાળી પેટ્રોલ ટેંક આપવામાં આવી છે.
આટલી કિંમતમાં આવું પરર્ફોમન્સ
અત્યારના જમાનામાં મોટરસાઇકલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે આ બાઇકની કિંમત સામાન્ય વ્યક્તિને પરવડે તેવી છે. ભારતીય બજારમાં તેના ડ્રમ બ્રેક દિલ્હી એક્સ શો રૂમ કિંમત 74,943 રૂપિયા છે, જે તેના ડિસ્ક બ્રેક વેરિએન્ટ પર 79,343 રૂપિયા સુધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube