Paytm વડે પેમેન્ટ કરવું થશે મોંઘું, વોલેટમાં પૈસા એડ કરશો તો લાગશે ચાર્જ
જો તમે પણ ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવા માટે પેટીએમ (Paytm) નો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમ હવે વોલેટ (Paytm Wallet) માં પૈસા એડ કરવા પર 2%નો ચાર્જ ચૂકવવો પડશે.
નવી દિલ્હી: જો તમે પણ ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવા માટે પેટીએમ (Paytm) નો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમ હવે વોલેટ (Paytm Wallet) માં પૈસા એડ કરવા પર 2%નો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે પહેલાં આ ચાર્જ ફક્ત 10,000 રૂપિયા અથવા તેનાથી વધુ રકમ લાગૂ હતો.
ક્રેડિટ કાર્ડથી વોલેટમાં પૈસા એડ કરવા પડશે મોંઘા
જોકે અત્યાર સુધી ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં એડ કરવા પર કોઇ ચાર્જ ચૂકવવો પડતો ન હતો. પરંતુ હવે કંપનીએ નિયમોમાં ફેરફાર કર્યા છે. પેટીએમ મોબાઇલ વોલેટએ ક્રેડિટ કાર્ડ (Credit Card)નો ઉપયોગ કરીને પોતાના વોલેટમાં જે રકમ એડ છે તેના પર 2 ટકા ચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે. પેટીએમના અનુસાર જ્યારે તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા એડ કરે છે, તો તે તમારી બેંકને એક હાઇચાર્જનું પેમેન્ટ કરે છે, પેટીએમ લેણદેણ માટે સામાન્ય ચાર્જ લઇ રહ્યું છે.
આ પહેલાં 2020ના જાન્યુઆરીમાં પેટીએમએ જણાવ્યું હતું કે આ 2% ચાર્જ લેશે, જ્યારે 10,000 રૂપિયા અથવા તેનાથી વધુ રકમ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેટીએમ વોલેટમાં ઉમેરવામાં આવશે. પરંતુ હવે ગમે તેટલી રકમ એડ કરવા પર આ ચાર્જ લાગશે.
પરંતુ કેશબેક પણ મળશે
પેટીએમ, Paytm વોલેટમાં પૈસા એડ કરવા માટે ડેબિટ કાર્ડ અથવા યુપીએઆઇનો ઉપયો કરવાની સલાહ આપે છે. વોલેટમાં પૈસા એડ કરતી વખતે કોઇ ચાર્જ નહી લાગે. પેટીએમ એક એવી ઓફર પણ આપી રહ્યું છે જેમાં યૂઝર્સ ક્રેડિટનો ઉપયોગ કરીને મિનિમ્મ 50 રૂપિયા એડ કરતાં 2% કેશબેક 200 રૂપિયા સુધી પ્રાપ્ત કરી શકો છો. PhonePe અને MobiKwik, Paytmના સૌથી કોમ્પિટિટર્સમાંથી એક છે, જેના પર કોઇપણ પેમેન્ટ ઓપ્શન વડે વોલેટમાં એમાઉન્ટ એડ કરવાનો કોઇ ચાર્જ લાગતો નથી.
જોકે કોઇપણ મર્ચન્ટ સાઇટ પર પેટીએમ કરતાં કોઇ એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો નહી પડે. પેટીએમ વડે પેટીમ વોલેટમાં ટ્રાંસફર કરવા પર કોઇ ચાર્જ ચૂકવવો નહી પડે. તો બીજી તરફ ડેબિટ કાર્ડ અથવા નેટબેકિંગ વડે પેટીએમ વોલેટમાં મની એડ કરવા પર પણ કોઇ ચાર્જ નહી લાગે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube