નવી દિલ્હીઃ જેમ-જેમ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, સાઇબર ક્રાઇમનો ખતરો પણ એટલો ઝડપી વધી રહ્યો છે. જેમાં ઈન્ટરનેટ દ્વારા કોઈને ફોલો કરવા, કોઈનો પ્રાઇવેટ ડેટા ચોરી કરવો, કોઈના પ્રાઇવેડ ડેટાનો મંજૂરી વગર ઉપયોગ કરવો, કોઈ પ્રાઇવેટ ડેટા સાથે છેડછાડ કરવી, અશ્લીલતા, ફ્રોડ વગેરે સામેલ છે. લોકોની પ્રાઇવેસી અને છેતરપિંડીના વધતા કેસને જોતા ભારત સરકારે સાઇબર ક્રાઇમ પોર્ટલ રજૂ કર્યું છે, જેમાં યૂઝર્સ તત્કાલ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આવો જાણીએ ઘર બેઠા કઈ રીતે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ
સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in)એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં તમે સાઇબર ક્રાઇમથી સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. આ પોર્ટલની મદદથી હેકિંગ, ઓનલાઈન ફ્રોડ, આઇડેન્ટિટીની ચોરી, સાઇબરબુલિંગ અને વિવિધ પ્રકારની સાઇબર ફરિયાદ નોંધાવી શકાય છે. 


કઈ રીતે કરશો ફરિયાદ
સ્ટેપ 1- સૌથી પહેલા  https://cybercrime.gov.in/ પર જાવ. ત્યારબાદ હોમપેજ પર જોવા મળી રહેલા ફરિયાદ નોંધો બટન પર ક્લિક કરો. 


સ્ટેપ 2- અન્ય સાઇબર ક્રાઇમનો રિપોર્ટ કરો બટન પર ક્લિક કરો.


સ્ટેપ 3- નાગરિક લોગિન વિકલ્પ પસંદ કરો અને નામ, ઈમેલ અને ફોન નંબર જેવી જાણકારી આપો.


સ્ટેપ 4- પોતાના રજીસ્ટર્ડ ફોન નંબર પર મોકલેલો ઓટીપી નાખો, કેપ્ચા ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.


સ્ટેપ 5- ત્યારબાદ પેજ પર તે સાઇબર ક્રાઇમ વિશે જાણકારી આપો જેની તમે ફરિયાદ દાખલ કરાવવા ઈચ્છો છો. 


સ્ટેપ 6- આ ફોર્મને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે- ઈન્સિડેન્ટ, સસ્પેક્ટ, 
કમ્પ્લેન્ટ, ડિટેલ્સ સહિત પ્રીવ્યૂ અને સબમિટ. દરેક ભાગમાં માંગવામાં આવેલી જાણકારી અવશ્ય ભરો. 


સ્ટેપ 7- જાણકારી વેરિફાઇટ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.


આ પણ વાંચોઃ એક શેર પર 410 રૂપિયાની કમાણીનો સંકેત, 13 ડિસેમ્બરે ઓપન થશે DOMS નો આઈપીઓ


હેલ્પલાઇન નંબર 1930
હેલ્પલાઇન નંબર 1930 એક નેશનવાઇડ ટોલ-ફ્રી હેલ્પલાઇન છે, જેનો ઉપયોગ સાઇબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધાવવા માટે કરવામાં આવે છે. 


ફ્રોડથી બચવા અપનાવો આ ટિપ્સ
1. તમારો પર્સનલ ડેટા કોઈ સાથે શેર ન કરો.
2. કોઈપણ ઓફરની લિંક પર ક્લિક ન કરો.
3. પાન કાર્ડ, આધાર, ડેવિડ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પિન, કાર્ડ નંબર કોઈની સાથે શેર ન કરો.
4. અલગ-અલગ એકાઉન્ટ માટે હંમેશા જુદા-જુદા પાસવર્ડનો ઉપયોગ કરો. સાવધાન રહો અને સુરક્ષિત રહો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube