Damini App શું છે? જાણો વિજળી પડતાં પહેલાં આ App કેવી રીતે કરે છે સાવધાન
What is Damini app and how to warn before lightning strikes? વૈજ્ઞાનિકોએ દેશભરમાં 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે.
નવી દિલ્લી: દેશભરમાં થઈ રહેલા ભારે વરસાદની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે દિલ્લીમાં મહત્વની બેઠક કરી. ગૃહ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં તેમણે વધારેમાં વધારે લોકોને દામિની એપ ડાઉનલોડ કરવાનો નિર્દેશ કર્યો. જેથી પ્રભાવિત વિસ્તારોમાં વિજળી પડવાથી થનારી મોતની સંભાવના ઓછી કરી શકાય.
કોણે બનાવી દામિની એપ:
દામિની એપ હવામાન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલ એક મોબાઈલ એપ છે. વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાન, પુણેએ દામિની એપ વિકસિત કરી છે. ત્યારે શું છે દામિની એપ આવો જાણીએ.
Mobile Phone પર તમારા બાળકોને Online Classes કરવામાં પડે છે તકલીફ? તો આ સસ્તા Laptop પર કરો એકનજર
કેવી રીતે કામ કરે છે દામિની એપ:
દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે. તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે. આ નેટવર્ક વિજળી પડવાનું સટીક પૂર્વાનુમાન આપે છે. વિજળીના અવાજની સાથે જ વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.
આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા
વજ્રપાતની સ્થિતિમાં શું કરવું તે પણ બતાવે છે એપ:
આ એપમાં નીચે ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે. વિજળી પડવા પર બચાવ કેવી રીતે કરવો તેના વિશે જણાવવામાં આવ્યું છે. સુરક્ષાના ઉપાય ઉપરાંત પ્રાથમિક મેડિકલ સંબંધી જાણકારી પણ છે. વિજળી પડવાની ઘટના માણસો અને પશુપાલકો માટે ઘાતક હોય છે. તેને રોકી તો શકાય નહીં પરંતુ તેનાથી બચી શકાય છે. વિજળી પડવાની સ્થિતિમાં જાગૃતત જરૂરી છે. દામિની એપના માધ્યમથી તેનું પૂર્વાનુમાન કરી શકાય છે. અને એવામાં લોકોની પાસે પૂરતો સમય હોય છે કે તે સુરક્ષિત જગ્યાએ જતાં રહે. એટલે સતર્ક થઈને જાનમાલની ક્ષતિથી બચી શકાય છે.
Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!
મોબાઈલમાં આવી રીતે કરો ડાઉનલોડ:
દામિની એપને ડાઉનલોડ કરવી અત્યંત સરળ છે. એન્ડ્રોઈડ મોબાઈલ યૂઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન યૂઝર્સ તેને એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા પછી તેમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તેના માટે તમારું પોતાનું નામ, લોકેશન વગેરે જગ્યા સબમિટ કરવી પડશે. આ જાણકારી આપવાની સાથે જ દામિની એપ કામ કરવાનું શરૂ કરી દેશે. તમારા લોકેશનના 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાની ચેતવણી ઓડિયો મેસેજ કે SMSથી આપે છે.
Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે
ચેતવણી મળવા પર શું કરશો:
જો તમારા વિસ્તારમાં વિજળી પડવાની છે તો દામિની એપ તમને પહેલાં જ ચેતવણી આપીને સાવધાન કરી દેશે. એવામાં વિજળીથી બચવા માટે ખુલ્લા ખેતર, ઝાડની નીચે, પહાડી વિસ્તારો, પહાડોની આજુબાજુ બિલકુલ ન ઉભા રહેશો. ધાતુઓથી બનેલા વાસણ ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો. વરસાદથી બચો અને જમીન પર જ્યાં પાણી એકઠું થયું હોય ત્યાં પણ ઉભા ન રહો. છત્રીનો બિલકુલ ઉપયોગ ન કરશો. વિજળીના હાઈટેન્શન વાયર અને ટાવરથી દૂર રહો. ઘરની અંદર જતાં રહો. જો ક્યાંક બહાર હોય અને ઘરે જવું શક્ય ન હોય તો ખુલ્લી જગ્યા પર જ કાન બંધ કરીને ઘૂંટણ પર બેસી જાઓ. ખતરો ટળે એટલે ઘરમાં જતાં રહો.
શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube