ઈન્ટરનેટની દુનિયામાં કઈ રીતે થાય છે અનેક કાળા ધંધા? જાણો ડાર્ક વેબ વિશેના આ જબરદસ્ત રહસ્યો
નવી દિલ્લીઃ કોરોના મહામારી બાદ ઈન્ટરનેટનો ઉપયોગથી તેજીથી વધી રહ્યો છે. ઈન્ટરનેટની મદદથી વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન સ્ટડી જેવા કામ સરળતાથી થઈ રહ્યા છે. પરંતુ તેનાથી ઓનલાઈન ફ્રોડના મામલા પણ વધી ગયા છે. તમને જણાવી દઈએ કે,ઈન્ટરનેટનો જેટલો આપણે ઉપયોગ કરીએ છીએ તે આ વર્લ્ડનો લગભગ 5થી 10 ટકા ભાગ છે. ઈન્ટરનેટની એક મોટી દુનિયા છે. એક મોટા હિસ્સામાં આપણે નથી પહોંચી શકતાં અને તે દુનિયાને કહેવામાં આવે છે ડાર્ક વેબ. ડાર્ક વેબ એક એવી જગ્યા છે જ્યાં ડ્રગ્સ, હથિયાર, અંડરવર્લ્ડ, હેકિંગ અને ગેરકાયદેસર કામ થાય છે. ત્યારે આવો જાણએ આ ડાર્ક વેબ વિશે ડિટેલમાં...
શું છે Dark Web?
નામ સાંભળતા જ સૌથી પહેલાં મનમાં એ વિચાર આવે છે કે, ડાર્ક વેબ છે શું?. આ વેબનો એક એવો ભાગ છે કે, જ્યાં કોઈ નથી પહોંચી શકતું. તેનાથી સામાન્ય લોકોને છેતરી શકાય છે. અને ઘણા પ્રકારના કાળા ધંધા થઈ રહ્યા છે.
સર્ફેસ વેબનો ઉપયોગઃ
આપણે વેબના જે ભાગનો ઉપયોગ કરીએ છીએ તેને સર્ફેસ વેબ કહેવામાં આવે છે. સર્ફેસ વેબથી ડાર્ક વેબ એકદમ અલગ છે. ડાર્ક વેબમાં કન્ટેટનું રેગ્યુલેશન નથી. ડાર્ક વેબ સુધી પહોંચવા માટે સ્પેશિયલ પરમિશનની જરૂર હોય છે.
કયાં લોકો કરે છે ડાર્ક વેબનો ઉપયોગઃ
તમે વિચારી રહ્યા હશો કે આ ડાર્ક વેબનો ઉપયોગ કયા લોકો કરે છે. માનવામાં આવે છે કે, દુનિયાભરમાં થનારા ગેરકાયદેસર અને ખોટા કામનું પ્લાનિંગ અહીંયા જ થાય છે. આ સિવાય વ્હિસલબ્લોસર પણ તેનો ઉપયોગ કરે છે. અનેક મોટા ઘોટાલાને બહાર લાવવા માટે આ ડાર્ક વેબનો ઉરોયગ કરવામાં આવે છે.
શું ગેરકાયદેસર છે ડાર્ક વેબ?
જણાવી દઈએ કે, ડાર્ક વેબનો ઉપયોગ ખોટો નથી. ત્યાં કોઈ પણ પહોંચી શકે છે. પરંતુ ડાર્ક વેબનો ઉપયોગ ગેરકાનૂની કામો માટે ન થવો જોઈએ.