નવી દિલ્હી: જો તમે પણ કોઇપણ યાત્રા દરમિયાન મોબાઇલની બેટરી ખતમ થવાની ચિંતાને લઇને પરેશાન રહો છો તો તમારા માટે એક ફાયદાકારક સમાચર આવી ગયા છે. Detel એ સસ્તી અને વધુ પાવરફૂલ Power Bank લોન્ચ કરી છે. આ પાવર બેંક 0000 mAh અને 20000 mAh કેપેસિટીની છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાની સૌથી સસ્તી Power bank છે. તેની કિંમત ક્રમશ: 349 અને 699 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સાથે બે ડિવાઇસ થઇ શકે છે ચાર્જ
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર Detel આ પાવર બેંકમાં પોલીમર બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગ માટે છે. તેમાં ડુઅલ USB પોર્ટ છે.જેથી બે ડિવાઇસ એક સાથે ચાર્જ થઇ શકે છે. દરેક પાવર બેંકમાં મેક્સિમ્મ કરંટ પાવર અને ચાર્જિંગ દરમિયાન 5V/2.1 A આઉટપુટ મળશે. 


સમાચાર એ પણ છે કે Oneplus ફરી એકવાર પોતાની પાવરબેંક બજારમાં લોન્ચ કરી શકે છે. કંપની પહેલાં વર્ષ 2015માં 10000mAhની પાવર બેંક લોન્ચ કરી હતી. કંપનીએ આ પાવરબેંકને સેંડસ્ટોન બ્લેક કલરમાં લોન્ચ કરી હતી. જોકે કંપની આ પાવરનું સક્સેસર લોન્ચ કરી શકે છે. જે સારી ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવશે. એક ચર્ચિત ટિપ્સટરએ Oneplus Power Bank ના સ્પેસિફિકેશન્સની જાણકારી આપી છે. આ સાથે જ આ પ્રોડક્ટની કિંમત પણ સામે આવી છે, જે ખૂબ જ વ્યાજબી છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube