નવી દિલ્હીઃ જો તમે દમદાર ફીચર્સવાળો સ્માર્ટફોન સસ્તા ભાવે ખરીદવા ઈચ્છો છો  તો સારી તક છે. ઓનલાઇન શોપિંગ વેબસાઇટ એમેઝોન પર ફેબ ફોન ફેસ્ટ સેલ શરૂ થયો છે. આ સેલ 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન 31,999 રૂપિયાની કિંમતનો Xiaomi 11 Lite NE 5G સ્માર્ટફોનને માત્ર 20,999 રૂપિયામાં ખરીદી શકશો. આવો જાણીએ ઓફરની વિગત..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi 11 Lite NE 5G ની કિંમત અને ઓફર
આ સ્માર્ટફોન બે વિરેએન્ટમાં આવે છે. ફોનની 6GB રેમ + 128GB સ્ટોરેજ મોડલમાં 16 ટકા ડિસ્કાઉન્ટ બાદ 26999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. પરંતુ એમેઝોન ગ્રાહકોને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર 5 હજાર રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સિવાય તમે 1000 રૂપિયાનું એમેઝોન કૂપન એપ્લાય કરી શકો છો. 


આ પણ વાંચોઃ જીયોનો 365 દિવસવાળો ધાકડ પ્લાન, દરરોજ 2.5GB ડેટા અને Disney+ Hotstar Free; જાણો ફાયદા


છૂટ બાદ આ ફોન તમને 20,999 રૂપિયામાં મળી જશે. 6000 રૂપિયાની છૂટ આ ઓફર તમને 8જીબી રેમ+ 128જીબી સ્ટોરેજ મોડલ પર આપવામાં આવી રહી છે. આ સિવાય તમે એક્સચેન્જ ઓફર અને emi ઓપ્શનનો લાભ ઉઠાવી શકો છો. ફોન તમને 1509 રૂપિયાના ઈએમઆઈ પર મળી જશે. 


Xiaomi 11 Lite NE 5G ના ફીચર્સ
શાઓમીના આ ફોનમાં 6.55 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે, જે 1080x2400 પિક્સલ રેઝોલ્યૂશનની સાથે આવે છે. તેમાં 8 જીબી સુધીની રેમની સાથે Qualcomm Snapdragon 778G પ્રોસેસર મળે છે. તેમાં 64MP + 8MP + 5MP નું ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 20MP નો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 4250mAh ની બેટરી આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube