APPLE iPhone 13 પર છપ્પડફાડ ડિસ્કાઉન્ટ, સેલ પુરો થયા પછી પણ થશે હજારોનો ફાયદો
Apple iPhone 13: Apple iPhone 13 પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, આ ડિસ્કાઉન્ટ એટલું મોટું છેકે, તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો.
iPhone 13 Discount: આઈફોન લવર્સ માટે ગૂડ ન્યૂઝ છે. iPhone 13 ભલે થોડો જૂનો થઈ ગયો હોય, તેમ છતાં લોકો તેને ખરીદવા માટે ઉત્સુક છે અને હવે તેની ખરીદી પર જોરદાર ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો જાણી લો આ ખાસ માહિતી. નવરાત્રિના તહેવારમાં તો ઓફર છે, પણ નવરાત્રિ પછી પણ તમને મળશે હજારો રૂપિયાનો ફાયદો.
iPhone 13 ઑફર્સ અને ડિસ્કાઉન્ટ-
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ સમાપ્ત થયા પછી, iPhone 13 ની કિંમતમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ iPhone 13 ના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ પર આપવામાં આવી રહ્યું છે જે ફ્લિપકાર્ટ પર સક્રિય છે અને તે બ્લુ કલર મોડલ છે. iPhone 13 ની સાઈઝ iPhone 14 જેટલી જ છે, આ ફોન પણ એટલો જ સેક્સી લાગે છે. આઈફોન 13ની હાલની કિંમત 59,900 રૂપિયા છે. પણ તમે તેને મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.
ફ્લિપકાર્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે-
તમે APPLE iPhone 13 (Blue, 128 GB) મોડલ સાવ સસ્તામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ દ્વારા આના પર 13 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તમારે આ મોડલ ખરીદવા માટે માત્ર 51,999 રૂપિયા ચૂકવવા પડશે. તમારી પાસે આ ઓફરનો લાભ લેવાની સારી તક છે.