સાવ સસ્તામાં મનપસંદ ગાડી ખરીદવાની તક! દિવાળી પર ડબલ ધમાકા ઓફર
અત્યારથી જ ઓટોમોબાઈલ કંપનીઓ દિવાળી પર ગ્રાહકોને આકર્ષવા માટે ભવ્ય ઓફરો આપી રહી છે. આ દિવાળી પર ગ્રાહકો દેશમાં સૌથી વધુ વેચાતી કાર પર 1 લાખ રુપિયા સુધીની છૂટછાટ મેળવી શકશે. ટાટા, મારુતિ અને હ્યુન્ડાઈ સહિત ટોપ વ્હીકલ મેન્યુફેકચરર દિવાળી પર ઢગલાબંધ ઓફર્સ આપી રહી છે. આ ઓફર્સ ફક્ત ઓકટોબર મહિના માટે જ છે.
નવી દિલ્લીઃ નવરાત્રિ અને દશેરાના પર્વ પછી હવે દિવાળી પર ગ્રાહકોને મળશે મોટી ઓફર. એમાંય જો તમે કાર ખરીદવા માંગતા હોવ તો આ સમય તમારા માટે બેસ્ટ છે. કારણકે, દિવાળી પર ગાડીઓમાં દરેક કંપનીઓ સારી ઓફર આપશે. આ સાથે જ તેઓ 31 ડિસેમ્બર સુધીમાં સ્ટોક ક્લિયર કરીને નવા વર્ષથી નવો ભાવ અમલી થઈ જતો હોય છે. તેથી અત્યારે ખરીદી કરવી એ ગ્રાહકો માટે દરેક રીતે લાભદાયક બની શકે છે. તમારા સફરની હમસફર ગાડી કયા ભાવે મળશે તે પણ જાણીલો... અત્યારથી જ ઓટોમોબાઈલ કંપનીઓ દિવાળી પર ગ્રાહકોને આકર્ષવા માટે ભવ્ય ઓફરો આપી રહી છે. આ દિવાળી પર ગ્રાહકો દેશમાં સૌથી વધુ વેચાતી કાર પર 1 લાખ રુપિયા સુધીની છૂટછાટ મેળવી શકશે. ટાટા, મારુતિ અને હ્યુન્ડાઈ સહિત ટોપ વ્હીકલ મેન્યુફેકચરર દિવાળી પર ઢગલાબંધ ઓફર્સ આપી રહી છે. આ ઓફર્સ ફક્ત ઓકટોબર મહિના માટે જ છે.
મારુતિ સુઝુકી અલ્ટો 800-
મારુતિ સુઝુકી અલ્ટો 800 પર કુલ 36,000 રુપિયાની છૂટ આપવામાં આવી છે. જો કે, એન્ટ્રી-લેવલની કારમાં ફક્ત 11,000 રુપિયાની છૂટ આપવામાં આવી રહી છે.
મારુતિ સેલેરિયો-
મારુતિ સુઝુકી સેલેરિયોના મેન્યુઅલ એડિશન પર કુલ 51,000 રુપિયાની છૂટ મળશે. ત્યારે તેના AMT મોડેલ પર કુલ 41,000 રુપિયાનો ફાયદો મળશે. જો કે, સેલેરિયો CNG પર ફક્ત 11,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
મારુતિ સ્વિફ્ટ-
મારુતિ સુઝુકીની સ્વિફ્ટના AMT વેરિઅન્ટ પર 47,000 રુપિયા સુધી અને મેન્યુઅલ વેરિઅન્ટ પર 30,000 રુપિયા સુધીની છૂટ મળશે.
મારુતિ અલ્ટો k10-
નવી અલ્ટો k10ના AMT અને મેન્યુઅલ બંને વર્ઝન પર કુલ 39,500 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
સ્વિફ્ટ ડિઝાયર-
મારુતિ સુઝુકીની ડિઝાયર સિડાનના AMT વેરિઅન્ટ પર 52,000 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. બીજી તરફ આ કારના મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ પર 17,000 રુપિયાની છૂટછાટ મળી શકે.
એસપ્રેસો-
મારુતિ સુઝુકીના એસપ્રેસોના મેન્યુઅલ વેરિઅન્ટ પર સૌથી વધુ 56,000 રુપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે.
ઈગ્નિસ-
આ કારના મેન્યુઅલ વેરિઅન્ટ પર 10,000ની રોકડ છૂટ મળશે. આ કારના ઓટોમેટિક વેરિઅન્ટ પર વધુમાં વધુ 20,000 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
મારુતિ સિયાઝ-
ઓક્ટોબર મહિનામાં મારુતિ સુઝુકીની સિયાઝ સિડાનના મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિઅન્ટ પર 30,000 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
હ્યુન્ડાઈ-
કોના ઈલેક્ટ્રિક- આ ઈલેક્ટ્રિક કોમ્પેક્ટ suvની કિંમત 23.84 લાખથી 24.03 લાખની વચ્ચે છે. આ કાર પર 1 લાખ રુપિયા સુધીની ભારે છૂટછાટ મળી રહી છે.
ગ્રેન્ડ i10 નિઓસ-
5.43 લાખ રુપિયાથી 8.45 લાખ રુપિયાની કિંમત ધરાવતી ગ્રેન્ડ i10 નિઓસ પર 35,000 રુપિયાની રોકડ છૂટ, 10,000 રુપિયાનું એક્સચેન્જ બોનસ અને ટર્બો એડિશન પર 3,000 રુપિયાની કોર્પોરેટ છૂટછાટ મળી રહેશે. કારના બીજા વેરિઅન્ટ પર પણ ડિસ્કાઉન્ટ મળશે.
i20-
હ્યુન્ડાઈ i20 પર 10,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ અને 10,000 રુપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે એટલે કે આ દિવાળી પર 20,000 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. જો કે, આ ઓફર્સ ફક્ત મેગ્ના અને સ્પોર્ટસ વેરિઅન્ટમાં જ મળી રહી છે.
ઓરા-
હ્યુન્ડાઈની સિડાન ઓરાને CNG પાવર્ડ વેરિઅન્ટ પર 33,000 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. જો કે, તેના બીજા વેરિઅન્ટ પર પણ વધુમાં વધુ 18,000 રુપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળી રહેશે.
ટાટા અલ્ટ્રોઝ-
તહેવારની સિઝનમાં ટાટા અલ્ટ્રોઝ પર 20,000 રુપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળી રહેશે. તેમાં રોકડ છૂટ અને એક્સચેન્જ બોનસ અંતર્ગત 10,000 રુપિયા મળશે. જો કે, તેમાં ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક (DCA) ફીચરવાળા મોડેલ પર આ ઓફર નથી.
હેરિયર-
આ કારની કિંમત 13.84 લાખ રુપિયાથી લઈને 21.09 લાખ રુપિયા સુધી છે. આ કાર પર તમને ફેસ્ટિવલ ઓફર અંતર્ગત 40,000 સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
સફારી-
આ કારની કિંમત વર્તમાનમાં 14.99 લાખ રુપિયાથી 23.18 લાખ રુપિયાની વચ્ચે છે. આ કારના KZR વેરિઅન્ટને છોડીને બાકી બધી ગાડીઓ પર 40,000 રુપિયાની છૂટછાટ આપવામાં આવી રહી છે. સફારી KZR પર 60,000 રુપિયા (20,000 રુપિયા રોકડ અને 40,000 રુપિયા એક્સચેન્જ) સુધી છૂટછાટ મળી રહી છે.
ટિયાગો-
આ કારની કિંમત 4.7 લાખ રુપિયાથી 7.05 લાખ રુપિયાની વચ્ચે છે. આ કારના પેટ્રોલ AMT અને CNG મોડેલ બંને પર 30,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ટિગોર-
ટાટા ટિગોર CNGની કિંમત 5.39 રુપિયાથી 7.82 લાખ રુપિયા છે. આ કારના પેટ્રોલ અને CNG વેરિઅન્ટ પર 30,000 રુપિયા સુધીની છૂટ આપવામાં આવશે.