નવી દિલ્હીઃ આજના સમયમાં લગભગ દરેક લોકોના હાથમાં ફોન જોવા મળે છે. સ્માર્ટફોનથી ઘરે બેઠા અનેક કામ થઈ જાય છે. તેથી ફોન સારી રીતે ચાલે તે જરૂરી છે. જૂના ફોનમાં સમસ્યા આવવી સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર થોડા જૂના ફોનમાં પણ સમસ્યા આવી જાય છે. તેવામાં ફોનને લાંબો સમય સારી કંડીશનમાં રાખવા માટે એક મેજિક છે. તે છે ફોનને Restart કરવો. આવો તે વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલ ફોનનો ઉપયોગ ફોટો ક્લિક કરવા, ઓફિસમાં મેલ ચેક કરવા, પેમેન્ટ કરવા, સોશિયલ મીડિયા હેન્ડલ કરવા, ભોજન ઓર્ડર કરવા, અનેક પ્રકારના બિલ પેમેન્ટ કરવા માટે કરવામાં આવે છે. એટલે ફોન સારી રીતે ચાલે તે ખુબ જરૂરી છે. 


તમે જાણીને ચોંકી જશો કે માત્ર ફોનને Restart કરતા રહેવાથી ફોન લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકે છે. તેમાં હેંગ થવા અને અટકવા જેવી સમસ્યા ઓછી આવે છે. જ્યાં સુધી કોઈ મેજર હાર્ડવેર કે સોફ્ટવેર સમસ્યા ન આવે. 


જો તમે પણ લેપટોપ કે કમ્ય્યૂટર કે કોઈ એવી ડિવાઇસ ચલાવો છો. તો તમે ખુદે ઘણીવાર તે ડિવાઇસને રીસ્ટાર્ટ કરી ઠીક કરી હશે. ક્યારેક પ્રોફેશનલ્સે પણ તમને ડિવાઇસ રીસ્ટાર્ટ કરવાની સલાહ આપી હશે. 


આ પણ વાંચોઃ 2 હજાર રુપિયાથી ઓછી કિંમતની top 4 સ્માર્ટવોચ, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ


જ્યાં સુધી ફોનની વાત છે તો તેને રીસ્ટાર્ટ કરવા પર તે ડિવાઇસની મેમરીને ક્લિયર કરે છે. કોઈ માલફંક્શન કરનાર એપને બંધ કરે છે અને તેને ઠીક કંડીશનમાં ઓપન કરે છે. સાથે મેમરી મેનેજમેન્ટ, નેટવર્ક અને બેટરી ઓપ્ટિમાઇઝેશન પણ તેનાથી સારૂ થાય છે. 


તેવામાં રીસ્ટાર્ટ કરવું ફોનને ખુબ ફાયદો પહોંચાડે છે. પરંતુ આ સપ્તાહમાં કેટલીવાર કરવું જોઈએ. તેને લઈને પણ આંકડો છે. એક્સપર્ટ માને છે કે ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ. 


તો મોબાઇલ કમ્યુનિકેશન કંપની ટી-મોબાઇસલ પ્રમાણે આઈફોન અને એન્ડ્રોયડ ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછો એકવાર રીસ્ટાર્ટ કરવો જોઈએ. તો એન્ડ્રોયડ ફોન બનાવનારી કંપની સેમસંગ કહે છે કે તેના Galaxy ફોન દરરોજ રીસ્ટાર્ટ કરવા જોઈએ. સેમસંગ ગેલેક્સી ફોનમાં Auto Restart સેટ કરવાનો પણ વિકલ્પ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube