વેચવાનો છે જૂનો ફોન? આ 5 સાઇટ્સ પર મળશે સારી કિમત, જલ્દી મળી જશે પૈસા, ઘરેથી થશે પિકઅપ
જો તમે જૂનો ફોન વેચવા ઈચ્છો છો, પરંતુ તમને જામકારી નથી કે કયાં પ્લેટફોર્મ પર તમને સારી ડીલ મળશે. તો અમે તમને ટોપ સાઇટ્સ વિશે જણાવી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો પરંતુ ઈચ્છો છો કે તમારો જૂનો ફોન વેચી દો. પરંતુ જો તમે તેને લઈને પરેશાન છો કે જૂનો ફોન એવી જગ્યાએ સેલ કરવામાં આવે જ્યાં તમને ડિવાઇસની સારી કિંમત મળી શકે. તો અમે તમને અહીં તે વેબસાઇટના નામ જણાવી રહ્યાં છીએ, જ્યાં તમે જૂના ફોનને સરળતાથી વેચી શકો છો.
Flipkart
જૂના ફોન સેલ કરવા માટે એક સારી અને પોપુલર સાઇટ ફ્લિપકાર્ટ છે. તમે અહીં સેલ બેક પ્રોગ્રામ હેઠળ તમારી જૂની ડિવાઇસને સેલ કરી શકો છો. અહીં તમને ફ્લિપકાર્ટ ઈ-વાઉચરના ફોર્મમાં કરેક્ટ બાય-બેક વેલ્યૂ મળે છે. આ પ્રોગ્રામ ભારતના 1700 પિનકોડ્સ પર મળે છે.
Cashify
જો તમે જૂનો ફોન સેલ કરવા ઈચ્છો છો તો આ એક પોપ્યુલર સાઇટ છે. એટલું જ નહીં અહીં તમે જૂનો ફોન ખરીદી પણ શકો છો. આ પ્લેટફોર્મને જૂનો ફોર્મ વેચવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. અહીં લેપટોપ, ડેસ્કટોપ અને ટીવી જેવી બીજી ડિવાઇસ પણ સેલ કરી શકાય છે. આ પ્લેટફોર્મ તમને ડોરસ્પેટ પિકઅપ ફેસિલિટી પણ આપે છે.
આ પણ વાંચોઃ હવે એક જ ઇયરબડ્સ પર સાંભળો બે-બે ગીત, આ સરળ ટ્રિક લાગશે કામ
Instacash
જો તમારે જૂનો ફોન વેચવો હોય તો આ પણ એક વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ છે. તે માટે તમારે માત્ર તેનો પ્રોગ્રામ ખરીદવાનો હોય છે, જેમાં એક અલ્ગોરિધમ હોય છે અને તે તમારા જૂના ફોનની વેલ્યૂ નક્કી કરે છે. ઈન્સ્ટાકેશ ડેડ ફોન્સ પણ એક્સેપ્ટ કરે છે. અહીં તમે નક્કી કરી શકો છો કે તમને કઈ રીતે પેમેન્ટ મળે. પરંતુ આ પ્લેટફોર્મ પિકઅપ માટે ચાર્જ લે છે. આ 19 મોટા શહેરોમાં તેની સેવાઓ આપે છે.
Budli
Budli પણ એક વેબસાઇટ છે જે જૂના હેન્ડસેટ સાથે ડીલ કરે છે. અહીં તમને ડિટેલ શેર કરતા મની વેલ્યૂ મળી જાય છે. પરંતુ જો તમારો ફોન ખુબ જૂનો છે તો તમે રિક્વેસ્ટ કરી શકો છો અને કંપની તમને 7 કલાકમાં જવાબ આપશે. એકવાર રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ ડિવાઇસ તમારા ઘરેથી પિક કરવામાં આવશે અને તમને 24 કલાકમાં પૈસા મળી જશે.
આ પણ વાંચોઃ ભારતમાં સૌથી વધારે વેચાઈ રહી છે આ 3 બાઈક, મોટામોટા બેંક મેેનેજરો વાપરે છે આ બાઈક!
Olx
આ પ્લેટફોર્મનો ખુબ ઉપયોગ થાય છે. લોકો અહીં તેનો તમામ જૂનો સામાન વેચે અને ખરીદે છે. પોપુલર પ્લેટફોર્મ હોવાને કારણે અહીં બાયર્સ પણ જલ્દી મળી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube