છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનો જે રીતે ઉપયોગ વધી રહ્યો છે તે બધા વચ્ચે પણ જે રીતે Dumbphone (કે જેમને ફીચર ફોન પણ કહે છે) માં ફરીથી ગ્રાહકોને રસ જોવા મળી રહ્યો છે તેની પાછળ એક કે બે નહીં પરંતુ અનેક કારણો છે. આ કારણો વિશે ખાસ જાણવા જેવું છે. તમને પણ એમ થતું હશે કે આખરે આ Dumbphone વળી છે શું...તો ચાલો તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બની રહ્યા છે લોકપ્રિય
ટેક્નોલોજીના આ જમાનામાં યુવાઓ વચ્ચે હાલ Dumbphone ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. આ નામને વાંચતા તમને પહેલા એમ થશે કે આખરે આ શું છે Dumbphone? કેમ લોકોને આટલા પસંદ પડી રહ્યા છે. 


શું હોય છે Dumbphone?
Dumbphone નો અર્થ બોરિંગ ફોન જેવો થાય. અત્રે જણાવવાનું કે ફીચર ફોનને જ ડંબ ફોન કહેવામાં આવે છે. સ્માર્ટફોન અગાઉ ફીચર ફોનનો જમાનો હતો. જે ફક્ત કોલિંગ માટે જ ઉપયોગમાં લેવાતો હતો. જેમ તેમ કરીને ટેક્નોલોજીએ પગ પેસારો કરી ફીચર ફોનની જગ્યા સ્માર્ટફોને લઈ લીધી અને ફીચર ફોનનો ઉપયોગ ઘટી ગયો. પરંતુ જે રીતે સ્માર્ટફોન આપણા જીવનમાં ખુણે ખુણે પેસી ગયો છે તેને જોતા એમ લાગે કે ફીચર ફોન એટલે કે આ ડંબ ફોન વધુ સારા છે. કારણ કે ફીચર ફોનનો ઉપયોગ કોલિંગ કે મેસેજિંગ માટે થાય છે. જેમાં તમે ગેમિંગ, ચેટિંગ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો નહીં. 


યુવાઓને પસંદ પડી રહ્યા છે
આજકાલ યુવાઓને પણ ડંબ ફોન એટલે કે ફીચર ફોન વધુ પસંદ પડી રહ્યા હોય તેવું જણાય છે.  કારણકે તે તમને સ્માર્ટફોનના નશામાંથી બચવા માટે મદદ કરે છે. જો તમે ડિજિટલ દુનિયાથી દૂર રહીને થોડો આરામ ઈચ્છતા હોવ તો ડંબ ફોન સારો વિકલ્પ છે. ડંબ ફોનમાં સ્માર્ટફોનની જેમ ઢગલો ફીચર્સ નથી હોતા. તેનો ઉપયોગ તમે ફક્ત કોલિંગ કરવા માટે કરી શકો. સૌથી સારી વાત એ છે કે ડંબ ફોન સ્માર્ટફોનની સરખામણીમાં ટકાઉ અને મજબૂત હોય છે. એકવાર ફીચર ફોન લીધા બાદ તમે લાંબા સમય સુધી આરામથી તેનો ઉપયોગ કરી શકો છો. જ્યારે સ્માર્ટફોનમાં અવારનવાર નવી અપડેટ કે ફીચર્સ આવતા રહે છે. જેના કારણે નવો ફોન થોડા સમયમાં જાણે જૂનો બની જાય છે. ચાલો ત્યારે તેના ફાયદા વિસ્તારમાં જાણીએ. 


1. ડિજિટલ ડિટોક્સ
લોકો સ્માર્ટફોનના નશા અને સોશિયલ મીડિયા પર સતત રહેવાથી થાકી ગયા છે. ડંબફોન તેમને ડિજિટલ દુનિયાથી થોડો આરામ કરવા માટે અને વાસ્તવિક જીવન પર ધ્યાન કેન્દ્રીત કરવાની એક રીત પ્રદાન કરે છે. 


2. સાદગી
Dumbphone માં સ્માર્ટફોનની જેમ અનેક ફીચર્સ નથી હોતા જે કેટલાક લોકો માટે આકર્ષણનું કારણ બની શકે છે. તે કોલ કરવા માટે, ટેક્સ્ટ સંદેશા મોકલવા અને સંગીત સાંભળવા પુરતા કામો માટે આદર્શ છે. 


3. ગોપનીયતા
ડંબ ફોનમાં સામાન્ય રીતે સ્માર્ટફોનની સરખામણીમાં ઓછી સુરક્ષા નબળાઈઓ હોય છે. જેનાથી આ ફોન ગોપનીયતા પ્રત્યે જાગૃત લોકો માટે એક વધુ આકર્ષણનું કારણ બને છે. 


4. ટકાઉ
ડંબ ફોન સામાન્ય રીતે સ્માર્ટફોનની સરખામણીમાં વધુ ટકાઉ હોય છે અને લાંબા સમય સુધી ચાલે છે. 


5. ઓછો ભાવ
ડંબ ફોન સામાન્ય રીતે સ્માર્ટફોનની સરખામણીમાં ખુબ સસ્તા હોય છે જે તેને બજેટ પ્રત્યે જાગૃત ખરીદારો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે. 


કેટલાક લોકપ્રિય Dumbphone મોડલ


Nokia 3310
Punkt MP02
Light Phone II
AGM A10
Hisense F20


અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે Dumbphone દરેક માટે યોગ્ય જ હોય તે જરૂરી નથી. જો તમને સ્માર્ટફોનની તમામ સુવિધાઓ અને કાર્યોની જરૂર હોય તો Dumbphone તમારા માટે એક આદર્શ વિકલ્પ ન પણ બની શકે. જો કે જો તમે ડિજિટલ દુનિયાથી થોડો આરામ ઈચ્છતા હોવ અને તમારે એક સસ્તો અને ટકાઉ ફોન જોઈતો હોય તો Dumbphone એક સારો વિકલ્પ બની શકે છે.