વોટ્સએપ આપણા જીવનનો હવે તો એક જરૂરી હિસ્સો બની ગયું છે. વોટ્સએપથી યૂઝર્સ કોઈને પણ વીડિયો કોલની મદદથી જોઈ શકે છે, ફોટા, વીડિયો અને ડોક્યુમેન્ટ મોકલી શકે છે. શરૂઆતથી લઈને અત્યાર સુધીની સ્થિતિ જુઓ તો વોટ્સએપમાં અનેક ફીચર્સ જોડાયા છે. જેનાથી યૂઝર્સ એક્સપિરિયન્સ સારો થયો છે. વોટ્સએપ એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરીકે આવે છે. અને શરૂઆતમાં બધાએ મેસેજ માટે જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ વોટ્સએપની કેટલીક વસ્તુઓ આપણે જોઈએ છીએ પરંતુ છતાં તેનો અર્થ ખબર હોતો નથી અને આપણે કન્ફ્યૂઝ રહીએ છીએ. આવો જ એક મેસેજ આઈકન છે ક્લોક આઈકન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાભાગના લોકોને એ સમજમાં આવતું નથી કે આખરે એવું કેમ થાય છે. કે જ્યારે વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરીએ ત્યારે ઘડિયાળ જેવો આઈકન દેખાય છે. મેસેજ પર સિંગલ ટિક, ડબલ ટિક, અને બ્લ્યૂ ટિક તો સમજમાં આવી જાય છે. પરંતુ આ ઘડિયાળ દેખાય તેનો શું અર્થ? હવે આ આઈકન વિશે જાણીએ અને સમજીએ.


વોટ્સએપ પર ઘડિયાળનો આઈકન સામાન્ય રીતે એવા મેસેજની બાજુમાં જોવા મળે છે જે હજુ સુધી રિસિવર સુધી ડિલિવર થઈ શક્યા નથી. આ આઈકન એ જણાવે છે કે મેસેજ હજુ ઈન ટ્રાન્સિટ (વચ્ચે) માં છે અને ડિલિવરીની પુષ્ટિની રાહ જુએ છે. ક્લોકનું આઈકન દેખાય ત્યારે મેસેજ ડિલિવરી થવામાં થતા વિલંબના અનેક કારણ હોઈ શકે છે. જેમ કે ખરાબ ઈન્ટરનેટ કનેક્ટિવિટી, રિસિવર ડિવાઈસ ઓફલાઈન સ્ટેટસ, કે વોટ્સએપ તરફથી સર્વર સંબંધિત કોઈ સમસ્યા. 


ખરાબ ઈન્ટરનેટ કન્ટેક્ટિવિટી
જો તમારા ડિવાઈસમાં ખરાબ કે નબળું ઈન્ટરનેટ કનેક્શન હોય તો મેસેજ મોકલવામાં વિલંબ થઈ શકે છે. જેના કારણે મેસેજની બાજુમાં ઘડિયાળનું આઈકન દેખાય છે. 


સર્વરમાં મુશ્કેલી
વોટ્સએપ તરફથી કોઈ ટેમ્પરરી સર્વરની મુશ્કેલીના કારણે પણ મેસેજ ડિલિવર થવામાં વિલંબ થઈ શકે છે, જેનાથી આ ઘડિયાળનો આઈકન દેખાય છે. 


રિસિવર ઓફલાઈન
જો રિસિવરનો ડિવાઈસ બંધ હોય કે પછી ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ વોટ્સએપ મેસેજ ત્યાં સુધી ડિલિવર નથી થતો જ્યાં સુધી ડિવાઈસ પાછો ઓનલાઈન ન થાય.