નવી દિલ્હી: મોબાઇલ ફોન આજે કરોડો લોકો પાસે છે. તમામ પ્રકારના આંકડા રાખનાર પ્રતિષ્ઠિત વેબસાઇટ statista.com ના અનુસાર 2020 માં લગભગ 69 કરોડ લોકો પાસે સ્માર્ટફોન હતો. કોઇની પાસે, એક મોબાઇલ થઇ શકે છે, તો ઘણા પાસે 3-4 મોબાઇલ પણ હોય છે. પરંતુ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે તમે જે મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે, તે કયો છે? કારણ કે મોબાઇલ ત્રણ પ્રકારના હોય છે અને આ ત્રણેયની પોત-પોતાની ખાસિયત છે. એટલામ આટે અમે તમને ડિટેલમાં જણાવીએ. જેથી તમને એટલું તો ખબર હશે કે તમારા હાથમાં જે મોબાઇલ છે તે કયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PUBG Mobile આપી રહ્યો છે 'ફ્રી' માં OnePlus 9 સ્માર્ટફોન જીતવાની તક, બસ કરવું પડશે આ કામ


ત્રણ પ્રકારના હોય છે ફોન
મોબાઇલ ફોન ત્રણ પ્રકારના હોય છે. પહેલો છે સેલ ફોન. બીજો છે ફીચર ફોન અને ત્રીજો સ્માર્ટફોન, જે આજકાલ સૌથી વધુ ચલણમાં છે. દુનિયાભરની તમામ કંપનીઓ અત્યારે આ સેગમેંટના ફોન બનાવે છે. 


સેલ ફોન: 
જ્યારે સૌથી પહેલાં મોબાઇલ લોન્ચ થયો, તો તેને સેલ ફોન કહેવામાં આવ્યો. સેલ ફોનથી ફક્ત એટલું જ કામ થતું હતું કે કોઇ વ્યક્તિ કોલ કરી શકે અને રિસીવ કરી શકે. આ સાથે જ તે મેસેજ મોકલી શકે અને બીજાએ મોકલેલા મેસેજ વાંચી શકે. તે સમયે તે ખૂબ મોંઘો હતો. વર્ષ 1973 માં પહેલો સેલ ફોન મોટોરોલા કંપનીએ રજૂ કર્યો હતો અને તેનું વજન લગભગ બે કિલો હતું. જોકે દુનિયાનો પહેલો ફોન જે વેચાણ માટે ઉપલબધ થયો તે હતો મોટોરોલા DynaTAC 8000X.

Tea બનાવતી વખતે મોટાભાગે લોકો કરે છે આ ભૂલ? ચામાં દૂધ, ચા પત્તી અને ખાંડ નાખવાનો આ છે સાચો સમય


ફીચર ફોન: 
ટેક્નોલોજી બદલાઇ ગઇ અને નવી નવી કંપનીઓ ફોન બનાવવામાં લાગી ગઇ. જોકે નોકિયા અને મોટોરોલા બે શરૂઆતી એવા નામ હતા જે આ કારોબારમાં ઉતર્યા. નવી ટેક્નોલોજી સાથે જે ફોન બન્યા તેને કહેવામાં આવ્યું ફીચર ફોન. આ ફોનમાં લોકોને ફોન લોકો અને મેસેજ સાથે mp3 અને mp4 વીડિયો જોવાની સુવિધા પણ આપવામાં આવી. ફીચર ફોનમાં કેટલીક વીડિયો ગેમ પણ આવ્યા. તેમાંથી ફીચર ફોનમાં કંપનીઓ ધીરે ધીરે પરિવર્તન કરતી રહી અને પછી તેમાં બ્લૂટૂથની પણ શરૂઆત થઇ.


સ્માર્ટફોન:
જે ફોનમાં ઇ ન્ટરનેટ, કેમેરા, બ્લૂટૂથ, સ્ટોરેજ, એપ્સ, ડાઉનલોડ વગેરેની સુવિધા મળી તે છે સ્માર્ટફોન. પરંતુ તેમછતાં પણ આજે દેશમાં ઘણા લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. જો તમે ફેમિલી મેન-2 ચેલ્લ્મ સરને  જોયા હશે, તો તે પણ ફીચર ફોનનો ઉપયોગ કરતાં જોવા મળે છે. કારણ કે ઇન્ટરનેટ  ન હોવાથી તેને ટ્રેક કરવો મુશ્કેલ હોય છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તાઇવાનની કંપની HTC એ ભારતમાં પહેલો સ્માર્ટફોન જૂન 2009 માં લોન્ચ કર્યો હતો. તેની કિંમત 30 હજાર રૂપિયાની આસપાસ હતી. શરૂઆતી સ્માર્ટફોન એંડ્રોઇડ પ્લેટફોર્મ પર વર્ક કરતો હતો. જે આજે પણ બેસ્ટ સેલિંગ કેટેગરીમાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube